કિર્તીદાન ગઢવીના કંઠે ગવાયેલ ગીત પર બે ગુજરાતી યુવતીએ લંડનમાં કર્યો તલવાર રાસ, જુઓ આ ખાસ વિડીયો આવ્યો સામે….

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વારયલ થતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો વારયલ થઇ રહ્યો છે. આ વિડીયો એ વાતની સાબિતી છે કે, આજના સમયમાં યુવાપેઢીએ આપણી પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખેલ છે. સૌથી ખાસ વાત એ છે કે, વિદેશમાં વસવાટ કર્યા બાદ પણ આપણી પરંપરાનું જતન કરી રહ્યા છે. હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે વિદેશમાં રહેતી બે યુવતીઓએ અનોખી રીતે માતાજીની આરાધના કરી છે.

ગુજરાતના લોક ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી સાથે યાત્રી અને કરિશ્મા નામની બે ગુજરાતી યુવતીઓએ કોલોબ્રેશનમાં એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો શેર કરતી વખતે લખ્યું કે, ચૈત્રી નવરાત્રી મા, લંડનની યુવા સ્ત્રી શક્તિ દ્વારા “મા શક્તિ” ની આરાધના. આ વાયરલ વિડીયોને અત્યાર સુધીમાં 27,201 likes મળી ચૂકેલ છે તેમજ અનેક લોકોએ જય માતાજી લખ્યું છે.

યાત્રી અને કરિશ્માએ કીર્તિદાન ગઢવીના સુરીલાકંઠે ગવાયેલ, ” મોગલ રમવા આવે ” આરાધના પર આ બંને યુવતીએ લંડન ટાવર ક્લોકના પરિસરમાં તલવાર રાસ કર્યો હતો. ખરેખર આ વિડીયો જોઈને તમારો દિવસ બની જશે કારણ કે માતાજીની આરાધના રૂપે કરાયેલ તલવાર રાસએ સૌ કોઈને દિવ્યતા અનુભૂતિ કરાવી છે. આ વિડીયો હાલમાં લોકોને ખુબજ પસંદ આવી રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Yati / London (@yatii_mehta)

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *