મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા બે માસુમ ભાઈ! માલિક પરત ન આવતા આ પાલતુ શ્વાને ખાવાનું છોડી દીધું અને બંનેના ફોટો સામે જોઈ….
જેમ તમે જાણતાજ હશો કે રવિવારે મોટી કરૂણાંતિકા સર્જાઇ છે. મોરબીની શાન સમાન અને ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ 141થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી પહોચ્યા હતા. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા. આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે.
આમ આ ઘટનામાં ઘણાં પરિવારે પોતાના સગા ગુમાવ્યા છે તેવીજ રીતે ગઈકાલ સુધી ઘરમાં બંને ભાઈઓની રોનક આજે માતમમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે તેમનો મિત્ર ટોમી ઉદાસ થઈને એક બાજુ બેઠો છે. તેની સામે બિસ્કિટ પડ્યા છે પણ તેણે બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશ અને રાજના પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે જે તેની સાથે રમતા હતા અને તેને ખૂબ પ્રેમ કરતા હતા. તમને જણાવી એ તો ભાઈઓ અને તેમનો વહાલો ડોગ, આ ત્રણેય આખા વિસ્તારમાં પ્રખ્યાત હતા, પરંતુ રવિવારે મોરબીના પુલ અકસ્માતે તેમને કાયમ માટે અલગ કરી દીધા. અકસ્માતમાં બંને ભાઈઓના મોત થયા હતા.
આમ રાજ અને યશના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. માતા-પિતાની હાલત ખરાબ છે, જ્યારે તેમના મિત્ર પણ ઘરનું વાતાવરણ જોઈને પરેશાન છે. તે કદાચ કંઈ બોલી શકતો નથી, પરંતુ તેને ખ્યાલ છે કે કંઈક ખોટું છે. તે એક બાજુ મૌન છે અને બે દિવસથી તેણે કંઈ ખાધું-પીધું નથી. તે રાજ અને યશના પાછા ફરવાની રાહ જુએ છે, તે હકીકતથી અજાણ છે કે તેની રાહ ક્યારેય સમાપ્ત નહીં થાય.
રાજના પિતા રાયધનભાઈ રડે છે, ‘અમે બરબાદ થઈ ગયા છીએ.’ આખા મહોલ્લામાં બંને ભાઈઓની ચર્ચા થતી રહેતી. બંને ભાઈઓની સાથે સાથે સારા મિત્રો હતા અને હંમેશા સાથે રહેતા હતા. એટલું જ નહીં, મોત પણ તેમને એકસાથે આવ્યું. રાજ અને યશના મોતથી પડોશીઓ પણ શોકમાં છે. ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરની સાંજે મોરબીમાં મચ્છુ નદીનો ઝૂલતો પુલ એકાએક તૂટી પડતા 135 લોકોના મોત થયા છે. જેમાં રાજ અને યશનો પણ સમાવેશ થાય છે.
આ સાથે રાજના પિતાએ કહ્યું, ‘ડોગે છેલ્લા બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે. તે તેણે ખવડાવતો હતો. અમે તેને બિસ્કિટ આપ્યા પરંતુ તે આમ જ પડ્યા છે. ઘરની બહાર બે ખુરશીઓ પર રાજ અને યશની તસવીરને માળા પહેરાવવામાં આવી છે. સમગ્ર વિસ્તાર આવીને તેમને શ્રદ્ધાંજલિ આપી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. બંને ભાઈઓ અવારનવાર મચ્છુ નદીમાં તરવા જતા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.