અમદાવાદની બે પટેલ દીકરીઓએ ભગવાન જગન્નાથજીનાં મોસાળના અનોખા વાઘા અને દાગીનાની થીમ જાતે બનાવી ! તેમજ વાતચીતમાં જણાવ્યું કે…

હાલ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે. તેમજ અમદાવાદમાં અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથજી ની રથયાત્રા યોજાશે. આજે અમદાવાદના સરસપુરમાં ભગવાનનું મામેરૂ કરવામાં આવ્યું હતું. આ મામેરાની તૈયારીઓ લગ્નની જેમજ કરવામાં આવી હતી. તેમજ ભગવાનને સજાવવા માટે લોકો ખુબજ સુંદર સુંદર વાઘાઓ અને દાગીનાઓ પેરાવતાં હોઈ છે. જેની તૈયારી બે મહિના પહેલાજ શરુ કરી દેવામાં આવતી હોઈ છે. આમ આ અંગે પટેલ પરિવારની બે દીકરીઓ વૈદેહી અને ઋત્તા પટેલ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી હતી. આવો તમને દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જણાવીએ.

આમ ઋત્તા પટેલ જણાવે છે કે ‘ભગવાનના મોસાળની તૈયારી અમે જેમ લગ્નની તૈયારી કરતા હોઈ તેવીજ રીતે કરતા હોઈ છે. પરિવારની મહિલાઓ સાથે મળીને આ મામેરા તૈયારી કરી છે. તેમજ દાગીનામાં ચંદનનાં હાર હોઈ છે. તેમ અમે ચંદનના હાર કમળ અને જડતરના સ્ટોન વગેરે સાથે બનાવ્યા છે. ગોકુળ મથુરામાં ભગવાન છે. તેવાજ ભગવાનનો અનુભવ થાય તેવી રીતે તૈયાર કરવા છેલ્લા બે મહિનાથી મહેનત કરી રહ્યા છીએ. તેમજ વાત કરીએ તો વૈદેહી પટેલની તો તેમણે પોતે ડીઝાઇનનો કોર્સ કર્યો હોવાથી તેમણે આ બાબતે વધુ જાણકારી છે. તેમણે જણાવ્યું હતું કે ‘ભગવાનના મોસાળના વાઘાઓ અને દાગીનાની થીમ અમે જાતે જ તૈયાર કરી છે. અત્યાર સુધી ભગવાનના જે સ્કાઈ બ્લુ અને ગુલાબી કલરના વાઘા નથી બન્યા તેવા બનાવવા માટે આપ્યા છે. આમ ભગવાન વાઘા પર નીરખે એવો જરદોશી વર્ક સાથે સુંદર લાગે એવું અમે આ વર્ષે બનાવ્યું છે.

આમ રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજી, બલરામ અને બહેન સુભદ્રા સરસપુર ખાતે મામાનાં ઘરે મોસાળમાં મામેરાનાં દર્શન યોજાતા હોઈ છે. આજે પણ સરસપુર મંદિર ખાતે દર્શન યોજાયા હતા. આમ આ મામેરું સરસપુરનાજ રહેવાસી અને હાલ આંબાવાડી ખાતે રહેતા રાજેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ૨૫ જુનના રોજ સવારે સરસપુર મંદીરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં બેન્ડબાજ, ઘોડા ગાડી બગી સાથે, વાજતે ગાજતે ભગવાનનું મોસાળું ભવ્ય રીતે રાજેશભાઈ પટેલ પોતાના ઘરે લઇ જશે અને આમ કુલ બે દિવસ એટલેકે ૨૫ અને ૨૬ જુન સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી મોસાળના દર્શન તેમના ઘરે રાખવામાં આવ્યા છે.

રાજેશભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે નાનપણથી જ સરસપુરમાં રહેતા હતા અને અમે ઘણી બધી રથયાત્રા જોઈ છે મારા દાદા અને પિતા ભગવાન જગન્નાથમાં ખૂબ જ અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા. તેમની અને અમારા પરિવારની ઈચ્છા હતી પતિ કે અમને ભગવાન જગન્નાથનું મોસાળું કરવા મળે અને આ વર્ષે કોરોનાના બે વર્ષ બાદ અમને ભગવાન જગન્નાથનું મોસાળું કરવાનો અવસર મળ્યો છે. જેની અમે જોરશોરથી તૈયારીઓ કરી છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *