અમદાવાદ કર્ણાવતી ક્લબ પાસે રીંગ રોડ પર રોંગ સાઈડ થી આવી રહેલ જીપે બાઈક ને ટક્કર મારતા બે ના મોત તેમજ…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના મંગળવારે મોડે રાત્રે અમદાવાદમાં કર્ણાવતી કલબની પાછળ રીંગ રોડ જવાના રસ્તે એક જીપ ચાલકે બાઈકસવાર બે યુવકોને ટક્કર મારતા બંનેના મોત થયા હતા. તેમજ વાત કરીએ તો વૈષ્ણોદેવી સર્કલ પાસે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાચાલક અખબાર વિતરક નું મૃત્યુ થયું. અને અન્ય એક અકસ્માતની વાત કરીએ તો બાઈક પર હોસ્પિટલ જતા ડોક્ટરને કારચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો.

પોલીસના સુત્રો અનુસાર, ઝવેરી ચાર રસ્તા પર એસપી રીંગરોડ જવાના રોડ પર ગઈ કાલે મોડી રાત્રે રોંગ સાઈડ માંથી આવી રહેલ પુરઝડપે કારે બાઈક સવારને ટક્કર મારતા તેઓ ખુબજ ઘાયલ થયા હતા. જ્યારે તેઓને હોસ્પિટલ લઈ જવાની કોશિશ કરે તે પહેલાજ સુરેશ ઠાકોર (૨૨) અને સારંગ કોઠારી (૨૧)ના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે જીપ ચાલક ત્યાંથી નાસી છુટ્યો હતો. આ અંગે પોલીસે જીપ ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આમ બીજી ઘટનાની વાત કરીએ તો ચાંદખેડામાં રહેતા ડો.હિમાંશુ સોલંકી (ઉં.34) 27 જૂને સવારે ડો. હિમાંશુ બુલેટ લઈને હોસ્પિટલ જવા નીકળી 8.45 વાગે કર્ણાવતી ક્લબ સામેના રોડ પરથી પસાર થતા હતા ત્યારે શેલ્બી હોસ્પિટલ બાજુથી પૂરઝડપે આવતા કારચાલકે ડો. હિમાંશુને કાર અથડાવતાં તેઓ પટકાતાં ડાબા પગે તેમ જ શરીરના અન્ય ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે ડો.હિમાંશુ સોલંકીએ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે. આમ આ હાઈવે પર અવાર નવાર અકસ્માત ખુબજ બની રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.