સુરતની જ્વેલરી શોપમાં બે શખ્સોએ બંદુક દેખાડી લુંટનો પ્રયાસ કર્યો ! CCTV માં કેદ થયો વિડીઓ…

તમે જાણોજ છો કે રોજ બરોજ રાજ્યમાં અને દેશમાં વધતા ગુનાહ જેવાકે ચોરી, લુંટફાટ, હત્યા, વગરે ગેરકાનૂની મામલાઓ  ખુબજ વધતા જોવા મળે છે જેનાથી લોકો ત્રાસી ગયા છે તેમજ ચોરી કરવા વાળા તેમજ લુંટફાટ કરવા વાળા લોકો ને કોઈ નો ડર પણ હોતો નથી. અને જે-તે ગુનાહ ને અંજામ આપતા હોઈ છે. આવોજ એક લુંટફાટ નો કિસ્સો સુરત માંથી સામો આવ્યો છે.

સુરતમાં અવાર નવાર આવા કિસ્સાઓ સામા આવતા હોઈ છે જેના લીધે ત્યાની પોલીસે ગુનાખોરી ડામવા માટે પોલીસ તરફથી સઘન પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ આ પેટ્રોલિંગ હોવા છતાં પણ લુટફાટ નો મામલો સામો આવ્યો છે. જેથી એએ જોવા મળે છે કે લુટારુ ઓ પોલીસથી એક કદમ આગળ ચાલતા હોઈ તેવું લાગે છે. મળતા સમાચાર પ્રમાણે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી જવેલર્સની દુકાનમાં બે લોકોએ બંદુક ની અણીએ લુંટનો પ્રયાસ કર્યો હતો. અની આ આખો બનાવ ત્યાના CCTV માં કેદ્દ થઇ ગયો હતો.

આમ ત્યારબાદ દુકાન માલિકે બંને લુટારુ સાથે ઝપાઝપી કરી હતી ત્યાર બંને ભાગ્યા હતા. તેમજ આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોચી આવી હતિ. અને તપાસ શરુ કરી હતી. સુરતમાં છેલ્લા ઘણા સમય થી ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. બીજી બાજુ એ પોલીસ પોતાની છાપ સુધારવા માટે અને ગુનાખોરી ઘટાડવા માટે સઘન પેટ્રોલિંગ કરી રહી છે. આમ મળતી માહિતી પ્રમાણે દુકાનદાર જ્વેલરી શોપમાં બેઠા હતા તે વખતે ૨ શખ્સો દુકાનમાં ઘુસી આવ્યા હતા.

દુકાનમાં ઘુસતાની સાથેજ બંને શખ્સો એ વેપારીના લમણે રિવોલ્વર મુકીબને ‘તુમ્હારે પાસ જો કુછ હે વો યે થેલેમે ભરડો’ એમ કહ્યું હતું. આ રીતે બંને શખ્સોએ ધમકાવીને દાગીનાની લુટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પછી માલિક ઝપાઝપી કરતા બંને લુટેરાઓને ખાલી હાથ ભાગવાનો વારો આવ્યો હતો. તેમજ બંને જયારે ભાગી રહ્યા હતા ત્યારે તેમનું હથિયાર પડી ગયું હતું. અને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.