ઠાસરાના અમૃતપુરા ગામે બે બહેનોને સાપે ડંખ માર્યો બંનેનું થયું કમકમાટી ભર્યું મોત, પરિવાર શોકમાં ગરકાયો…

હાલ જોઈએ તો ગુજરાતમાં ચોમાસાનુ આગમન થઈ ચૂક્યું છે તેવામાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળતી જોવા મળે છે. તેવામાં સાપ નો ત્રાસ ખુબજ વધતો જણાય છે. અને લોકોની સામે આવતા તેને ડંખ પણ મારી જતો હોઈ છે. જેમાં વ્યક્તિનું મૃત્યુ પણ થતું હોઈ છે. હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં બે સગી બહેનોને સાપે ડંખ મારતા બંનેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આવો તમને સમગ્ર ઘટના જણાવીએ.

આ ઘટના નડિયાદના ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામમાંથી સામો આવી રહ્યો છે. જ્યાં ગુરૂવારના રોજ બે સગી બહેનોને સાપે ડંખ મારવાની ઘટધા પ્રકાશમા આવી છે. ઝેરીલા સાપે ડંખ મારતા 6 વર્ષની રવ્યા અને 10 વર્ષની સાવિત્રીનુ કરુણ મોત નિપજ્યું છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, આ બન્ને દીકરીઓ પોતાના ઘર આંગણે સુઈ ગયેલી હતી અને આ દરમિયાન રાત્રિના સમયે ઝેરીલા સાપે ડંખ મારી જતો રહ્યો હતો. આમ‌ હસતી રમતી જીંદગી સર્પદંશથી બુઝાઈ જતાં પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ બન્ને બાળકીઓને લઈને દવાખાન ગયા હતાં. જોકે, આ પહેલા જ શરીરમાં સાપનુ ઝેર પ્રસરી જતાં બન્ને બાળકીઓનુ મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે અમૃતપુરા ગામ સહિત પરિવાર શોકમાં ડૂબ્યો છે. તમેજ પરિવારની હાલત રડી રડીને બેહાલ થઈ ગઈ હતી.

તો તમે પણ ચેતી જજો આ બનવું પછી. અઘોસાર વાળી જગ્યાએથી દૂર રહેવું તેમજ ઘરના દરવજા પણ બંધ રાખવા જેથી સાપ ઘરમાં ના આવી ચડે આવી અમુક અમુક વાતોનું ધ્યાન રાખશો તો તમે પણ સાપ ના ડંખ થી બચી શકો છો.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *