સાડીના સેલમાં બે મહિલાઓ વચ્ચે થઇ ગયું ધીંગાણું !! ફક્ત એક સાડી માટે એવી મહાભારત થઇ ગઈ કે છુટા પડવામાં તમામનો પરસેવો છૂટી ગયો…..

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત ચોકી જવાતું હોય છે. એવામાં તમે જાણતા જ હશો કે દુકાનદારો પોતાની વસ્તુની માંગ વધારવા માટે સેલ જાહેર કરે છે જેમાં અનેક લોકો તેનો લાભ ઉઠાવા માટે પોહચી જાય છે.

વર્તમાન સમયમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં સાડીઓના સેલમાં બીજું કાંઈ નહીં પરંતુ બે માથાભારે મહિલાઓ ઝગડી પડે છે. આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, વિડીયો વાયરલ થતાની સાથે જ લોકોએ ખુબ ફની પતિક્રિયાઓ આ વિડીયો જોઈને આપી હતી.

જાણકારી અનુસાર જણાવી દઈએ કે બે મહિલાઓની લડાઈનો આ ખાસ વિડીયો બેંગ્લોરનો હોવાનું સામે આવ્યું છે જ્યા યરલી સેલમાં વસ્તુઓ ખરીદવા માટે મહિલાઓ તૂટી પડી હતી. એવામાં જ અચાનક બે મહિલાઓ વચ્ચે બથ્થમ બથી બોલી ગઈ હતી. વાયરલ થઇ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે બે મહિલાઓ એકબીજાના વાળ પકડે છે તો ઘુસા લાતો પણ મારી રહી છે.

ખરેખર આતો ગજબ કહેવાય હો, હજી નાની વયની યુવતીઓ આવી રીતે લડતી હોય તો લેખે લાગે પરંતુ આટલી મોટી ઉંમરની મહિલાઓ આવી બાબતને લઈને લડતી જોવા મળે તે ખુબ નવાઈની વાત કહેવાય. તમને જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો ટ્વીટરના માધ્યમથી શેર કરવામાં આવ્યો હતો જેના પર અત્યાર સુધી હજારો લાઈક આવી ચુકી છે અને લોકો ખુબ અનોખી અનોખી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *