અમદાવાદના રિક્ષાવાળા ઉદયભાઈ જેમની રીક્ષામાં અમિતાબ , કાજોલ જેવા સેલીબ્રીટી પણ સફર કરી ચુક્યા છે જાણો રીક્ષાની ખાસિયત ..
કહેવાય છે ને માનવ સેવા એજ પ્રભું સેવા . આ વાત ઘણી વાર આપણે આપની જ નજરો ની સામે જોતા હોઈએ છીએ ઘણી વાર લોકો સેવા કરે છે જેના કારણે અનેક લોકો ને ફાયદો થાય છે કહેવાય છે ને કરેલા કર્મનું ફળ ભગવાન આપી જ દે છે તે આપણને ખાલી જવા દેતો નથી . આપડે કરેલા કર્મ પર ભગવાન સતત નજર રાખતા હોય છે .
આથી જ તો આપડે કોઈ ને પણ થોડી સહાય કરી સક્યે તો બહુ જ સારી બાબત ગણાય કારણ કે તેનાથી એ વ્યક્તિ હમેશા આપણને યાદ તો રાખશે જ પરંતુ સાથે તેના દિલ થી દુવા પણ આપણા માટે નીકળશે .આપણે પણ જાણ્યે છીએ કે આજના સમયમાં ઘર ચલાવવા માટે અને જીવનજરૂરિયાત ના માટે પૈસા કમાવવા ખુબ જરૂરી બન્યા છે .
આજની મોંધવારી ના જમાનામાં પૈસા જ ખુબ મહત્વ ધરાવે છે તમામ લોકો પૈસાની પાછળ જ પાગલ થતા જોવા મળે છે ઘરના તમામ લોકો નાનું મોટું કામ કરતા જોવા મળે છે જેથી ઘર ચલાવી સકાય . પરંતુ એક કિસ્સો આનાથી તદન વિપરીત જોવા મળ્યો છે જે છે અમદાવાદ શહેરના રિક્ષાવાળા ઉદયભાઈ . જે આ મોંઘવારીના જમાનામાં લોકોને ફ્રી માં મુસાફરી કરાવે છે . હવે તમે જ વિચાર કરો કે આ ફ્રી માં રીક્ષા ચલાવે છે તો આ વય્ક્તિ નું ઘર કેમ ચાલતું હશે ?
ચાલો તો આપણે આ વ્યક્તિ વિષે જાણ્યે ઉદયભાઈ અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષથી નવા વિચારોનીં સાથે અલગ દિશા તરફ લઇ જવાના ઉદેશથી ભાડું લીધા વગર રીક્ષામાં મુસાફરી કરાવે છે . આ નેક કામ કરવાનો વિચાર તેમણે અમદાવાદમાં ચાલતા સેવા કેફે દ્વારા મળ્યો હતો . આત્મ મંથન કરતા તેમણે પણ વિચાર આવ્યો કે તે પણ પૈસાને મહત્વ આપવાના બદલે લોકોની સેવા કરશે .
અને એજ વિચારને અમલમાં રાખી તેમણે યુનિક કોન્સેપ્ટ થી રીક્ષા ચલાવવાની શરૂઆત કરી અને સંકલ્પ કર્યો કે રીક્ષામાં બેસીને લોકોના ચહેરા પર સ્મિત આવવું જોઈએ .તેમની રીક્ષામાં અમિતાબ બચ્ચન , કાજોલ ,મોરારી બાપુ , પરેશ રાવલ , આશા પારેખ , ચેતન ભગત , ગુજરાતના મંત્રીઓ સહીત અનેક લોકો એ મુસાફરી કરી છે . તેમની રીક્ષામાં રાખેલી ફીડબેક બુકમાં કાજોલ સહીત અનેક લોકોએ તેમના પ્રતિભાવો તેમાં લખ્યા છે .
ચાલો જાણ્યે આ રીક્ષાની ખાસિયત . ઉદાયભાઈ ની રીક્ષામાં ડસ્ટબીન , લાયબ્રેરી , પંખો અને લાઈટ ની સાથે બીજી ઘણી બધી સુવિધા ઓ પણ જોવા મળે છે . તેમજ સત્ય અને અહિંસા નામના બે બોક્સ બનાવવામાં આવ્યા છે . એક બોક્સમાં મિનરલ પાણીની બોટલ અને બીજામાં થેપલા , પૂરી , સુખડી , હાંડવો જેવા નાસ્તા રાખવામાં આવે છે . અને સાથે બાળકોને વહાલી ચોકલેટ પણ રાખવામાં આવે છે .
આ સાથે નાના બાળકોને માટે રમકડા પણ રાખવામાં આવે છે .લોકજાગૃતિ માટે રીક્ષા પર અલગ અલગ સુત્રો પણ લખવામાં આવ્યા છે . ગાંધીજીના જીવનથી પ્રેરિત થઈને બા – બાપુના અનેક પ્રસંગો પોતાની રીક્ષામાં ઉદયભાઈએ કંડાર્યા છે . રીક્ષામાં ‘અક્ષયપાત્ર ’ બોટલ રાખવામાં આવી છે જેમાં પોતાની કમાણીનો એક હિસ્સો ગરીબોની પાછળ જમા કરવામાં આવે છે .
પોતાના કોઈ પણ પેસેન્જર પાસેથી ક્યારેય ભાડું નથી માંગતા પરંતુ સફરના અંત માં હાથમાં એક બોક્સ આપી દે છે જેમાં લખ્યું હોય છે ‘PAY FROM YOUR HEART ’ મતલબ કે મુસાફરને પોતાના દિલથી જે પણ મુકવું હોય તે બોક્સમાં મૂકી સકે છે .પહેલા પેસેન્જરનું ભાડું તેમના તરફથી ગીફ્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ આવતા પેસેન્જર તેના પછીના પેસેન્જરનું ભાડું ગીફટ આપે છે અને બસ આ રીતે ઉદયભાઈ ની રીક્ષા ‘ગીફ્ટ ઈકોનોમી’ ના મોડેલ પર ચાલે છે .