આ કાકાની રાસ લેવાની સ્ટાઈલ જોઈ હસી હસીને ગોટો વળી જશો…જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે, કે આપણે કલ્પના ન કરી શકીએ. ખરેખર સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો રાતોરાત લોકપ્રિય બની જતા હોય છે. હાલમ જ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એકકાકા એવી રીતે ગરબા રમી રહ્યા છે કે, ગરબાના જાણકારને પણ તેમની પાસેથી આવા સ્ટેપ શીખવા માટે ક્લાસ કરવા પડે.

આ વિડીયો ખરેખર એ સાબિત કરે છે કે, જીવનમાં જો તમને શોખ હોય તો એ શોખની કોઈ ઉંમર નથી હોતી. ઘડપણના ઉંબરે આવીને ઉભા હોય કે ઘડપણ આવ્યું હોય, ત્યારે પણ તમારી અંદર રહેલ શોખ હંમેશા એવો જ હોય છે, જે તમારા બાળપણમાં હતો. આ વિડીયો એ તો સાબિત કરી બતાવે છે કે, આ કાકા ને ગરબાનો ભારે શોખ હશે.

આ વિડીયોમાં જે રીતેકાકા ઠેસ લઇને ગરબે રમી રહ્યા છે, એવી રીતે તો આજના ટેલેન્ટડ ખૈલાયાઓ પણ ન રમી શકે. ખરેખર આ વિડીયો ખુબ જ સુંદર છે અને રમુજી પણ છે. આ કાકા ને ગરબે રમતા જોઈને એ વિચાર તો જરૂર આવે કે, કોઈપણ ઉંમરે શરમ રાખ્યા વિના તમારા જીવનની મોજ માણવી જોઈએ. આ વાયરલ વિડીયોમાં લખ્યું છે કે, બુકીંગ ચાલુ છે ડાચનું.

આ વિડીયોમાં એક સોન્ગ વાગી રહ્યું છે કે, ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે. હીંચ લેવી છે મારે ગરબે ઘુમવું છે. આ ગીતના તાલે જે રીતે કાકા સ્ટાઈલથી ગરબા રમી રહ્યા છે, એ ખરેખર કોઈને પણ હસાવી શકે છે. આ વિડીયો હાલમાં સૌ કોઈને પસંદ આવી રહ્યો છે તેમજ આ વિડીયો હાલમાં સૌ ગરબાપ્રેમીઓને પસંદ આવી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *