કાકાએ આન્ટીને આ રીતે પ્રપોઝ કર્યું, કે વીડિયો જોઈને લોકોએ કહ્યું- આ છે ‘જોડી નંબર 1’!

ઇન્ટરનેટ ની દુનિયામાં રોજ અનેક વીડિયો સામે આવતા હોય છે. જેમાં અમુક વીડિયો એવા હોય છે જે બહુ જ પ્યારા અને દિલ ને ભાવુક બનાવી દેતા હોય છે. સોશિયલ મિડિયા પર અનેક વીડિયો લાઈક થતા હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે લોકોના દિલ ને અડી જાય છે. અને આવા વીડિયો લોકોને બહુ જ પસંદ આવતા હોયછે. જેમાં ઘણા પતિ પત્ની ના સબંધ ને લાગતા પણ વીડિયો જોવા મળતા હોય છે.જેમ પતિ પત્નીમાં નોક જોક થતી હોય છે તેમ બંનેમાં પ્રેમ પણ બહુ હોય છે. બંનેના પ્રેમ અને તાલમેલ માં કારણે જ તેઓ હંમેશા સાથે જ જોવા મળે છે.

પરિસ્થિતિ ભલે ગમે તેવી આવી પડે પરંતુ બંને એકબીજા નો સાથ છોડતા નથી. હાલમાં એક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આવા જ પતિ પત્ની દેખાઈ રહ્યા છે. જે ૪૪ વર્ષથી એકબીજા ની સાથે છે અને એકબીજા નો સાથ સુખ દુઃખમાં આપતા હોય છે.આટલા વર્ષો તેમને પોતાના બંનેની વચ્ચે ની લાગણી અને પ્રેમ ના કારણે જ આ શક્ય બન્યું હોય છે.આ વીડિયો જોઈ અનેક લોકો પ્રસન્ન થયા છે અને સાથે આ બંને વચ્ચે આટલા વર્ષો પછી પણ પ્રેમ જોઈ ને તેઓના આ પ્રેમનો આનંદ લઇ રહ્યા છે.વીડિયોમાં જોઇ શકાય છે કે એક કાકા ગોઠણ પર નીચે બેસી તેમની પત્નીને પ્રપોઝ કરી રહ્યા છે.

નીચે ગોઠણ પર બેસતા તેમને ઘણી તકલીફ થઈ રહી છે કેમ કે તે હવે એ ઉંમરે પહોંચી ગયા છે જ્યાં દરેક લોકોને આ તકલીફ થાય છે. તેમ છતાં આટલી ઉંમરે પણ તેઓ ગોઠણ પર બેસી પોતાના પ્રેમ નો એકરાર કરવા માટે ફરી એકવાર પોતાની પત્નીને પ્રપોઝ કરી રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને કાકા કાકી કોઈ પ્રસંગમાં આવ્યા હોય એવું જણાઈ રહ્યું છે બંને નવા વસ્ત્રોમાં સજજ છે કાકી બહુ જ સુંદર સાડી માં તૈયાર થઈ આવ્યા છે અને કાકા પણ દેખાવ માં કઈ કમ લાગી રહ્યા નથી તેમને પણ કુર્તા સાથે કોટી પહેરી છે. બંને આ ઉંમરે પણ પ્રેમનો એકરાર કરી આનંદ અનુભવી રહ્યા છે.

આ વીડિયો સોશીયલ મીડીયા પરના ઇન્સ્ત્રગ્રામ પ્લૅટફૉર્મ પર શેર કરવામાં આવ્યો છે. જે બહુ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ના કેપશન માં લખ્યું છે કે આમને સાથે ૪૪ વર્ષ પૂરા થઈ ગયા છે. કાકા એ હાથમાં એક ગુલાબનું ફુલ પણ પકડ્યું છે .ઘણા યુઝર્સને કાકાનો આ રોમૅન્ટિક અંદાજ બહુ જ પસંદ આવ્યો છે. આ વીડિયોને જોઈ અનેક લોકોએ તો તેના કેપશન માં દિલની ઇમોજી પણ મૂકી છે. આ વીડિયો ને અનેક લોકોએ જોઈ લીધો છે અને ઘણા લોકોને મનોરંજન પૂરું પાડ્યું. આ વીડિયોને ૨ લાખથી વધુ લાઈક મળી ચૂકી છે.આ વીડિયો અનેક લોકો ને પસંદ આવ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.