અનોખી કળા ! બે વર્ષની મહેનત પછી આ વ્યક્તિએ લાકડામાંથી બનાવી રોયલ એનફિલ્ડ બુલેટ…જેને જોઈ દરેક લોકો ચોંકી ગયા…જુવો વીડિયો
કહેવાય છે ને કે દરેક વ્યક્તિની અંદર કોઈ ને કોઈ ખૂબી અવશ્ય હોય છે.અને ભારતીયો તો કલાકારો ગણાય કે પછી તે કોઈ પણ પ્રકારની કામગીરી કેમ ન હોય. ભારત તો કલા કારીગરી ની નગરી ગંજય છે. અહી વસતા દરેક લોકોમાં અજીબ ટેલેન્ટ જોઈ શકાય છે.જેમાં એકથી એક ચડિયાતા લોકો પોતાના હુનર થી ચકિત કરી દેતા હોય છે.ઘણા તો એવા લોકો હોય છે કે જે માટીને પણ સોનું બનાવી સકે છે.જેમાં કેરળના આ વ્યક્તિને જ જોઈ લ્યો કે જેણે લાકડાની રોયલ એનફિલ્ડ બાઈક બનાવી છે.
આપણે દરેક લોકોએ લાકડામાંથી અલગ અલગ પ્રકારના ફર્નિચર અને વસ્તુઓ બનાવતા લોકોને જોયા છે.પરંતુ આ વ્યક્તિનું ટેલેન્ટ જ કઈક અલગ જોવા મળતું છે.આ વ્યક્તિએ દેખાવમાં સાચી લાગતી રોયલ એનફિલ્ડ બાઈક લાકડામાંથી બનાવી હતી.અને હવે આ લાકડામાંથી બનાવવામાં આવેલી બાઈક ને સોશિયલ મીડિયા પર દરેક લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે.અને મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહી છે.
આવી અનોખી કળા ધરાવનાર વ્યક્તિનું નામ જીદહિન કરૂલાઈ છે. જે આમ તો એક ઇલેક્ટ્રિશિયન નું કામ કરે છે.પરંતુ પોતાના શોખ અને ટેલેન્ટ ના કારણે પણ આવું કામ કરે છે.કેરળનો નિવાસી જીદહિન કરૂલાઇ ને લાકડાના ઢગલા માંથી રોયલ એનફિલ્ડ બાઈક બનાવતા પૂરા ૨ વર્ષનો સમય લાગ્યો હતો. તેમણે ૨૪ મહિના દિવસ રાત કામ કરીને આ પરિણામ હાંસિલ કર્યું હતું.
આજે સોશીયલ મિડીયા પર જીદહિન કરુલાઈ નું આ અદભૂત ટેલેન્ટ વાયરલ થઇ રહ્યું છે.આ બાઈક એવી અદભુત બની છે કે જે જોવે છે તે જોતા રહી જાય છે.દરેક લોકો કહી થયા છે કે આ વ્યક્તિના ગજબનું ટેલેન્ટ છે.અને આ બાઈકની ખાસ વાત તો એ છે કે પહેલી નજરે જોતા આ બાઈક લાકડાની લાગે જ નહીં. આ બાઇકને એવી ચળકાટ અને શાઈનિંગ આપવામાં આવી છે કે જોનાર ને સાચી જ લાગી આવે.
આ બુલેટના ટાયરને બનાવવા માટે મલેશિયન લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ત્યાંજ અન્ય પાર્ટ્સ બનાવવા માટે રોઝવુડ અને તિકવુડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ બુલેટ જોવામાં સાચી જ લાગી આવે છે જેની કારીગરી આજે બહુ જ ચર્ચામાં જોવા મળે છે. દરેક લોકો આ વીડિયોને યુટ્યુબ પર જોઈ સકે છે. અને આ બુલેટને બનાવતા થયેલી મહેનત અને ટેલેન્ટ ના લોકો વખાણ કરી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે આ પહેલી બુલેટ નથી કે જે લાકડાની બનાવવામાં આવી હોય . આ પહેલા પણ જીદહીન કરુલાઇ એ લાકડાની બુલેટ બનાવવાની કોશિશ કરી હતી.અને તે રોયલ એનફિલ્ડનું એક મોડલ બનાવી ચૂક્યા હતા.ત્યારે પણ તેમના આ હુનર ને લોકોએ વખાણ્યું હતું. જિદહિન ના આ હુનર ને જોઈ એક બાબત કહી શકાય છે કે જો કોઈ વ્યક્તિ લગન અને મહેનત થી કામ કરે તો કોઈ વસ્તુ અસંભવ નથી હોતી.