સુરતના ઐતિહાસિક શિવ મંદિરમાં આરતી સમયે શ્વાનની અનોખી ભક્તિ, વિડિઓ થયો વાઇરલ… જુઓ અનોખો વિડિઓ

મિત્રો જેમ તમે જાણોજ છો લોકો પોતાના જીવનનું દુઃખ અને મુશ્કેલીઓ લઈને ભગવાન પાસે જતા હોઈ છે. તેમજ હાલ એક એવો વિડિઓ સામે આવી રહ્યો છે જેમાં કુતરાઓ ચાલુ આરતીમાં ભગવાન ના મંદિરમાં ભસતા દેખણા જે ખુબજ અનોખું નજારો હતો. સામાન્ય રીતે દરેક મંદિરમાં સવાર અને સાંજે નિયમિત રીતે ભગવાનની આરતી થતી હોય છે. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. પરંતુ એવું નથી કે આ ભક્તિ રસમાં માત્ર માણસો જ રંગાય છે.

આમ મૂંગા પશુઓ પણ ભક્તિમય થતા જોવા મળે છે. આવું એટલા માટે કહીએ છીએ કારણ કે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઇને તમને પણ થશે કે માત્ર માણસો જ નહીં પરંતુ શ્વાન પણ ભક્તિમાં લીન થાય છે. સુરતમાં ઐતિહાસિહ શિવ મંદિરમાં ભક્તો ઓછા પણ શ્વાન દેખાય રહ્યા છે. મંદિરમાં આરતી સમયે શ્વાન આવે છે અને ભક્તિમાં લીન થાય છે. આ શ્વાન લોકોમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યા છે.

આમ આ મંદિરમાં આરતી સમયે શ્વાન આવી જાય છે અને તે પણ ભગવાનને થતી આરતીનો લ્હાવો લે છે. હાલ આ સુરતનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. જેમાં જોઇ શકાય છે કે મંદિરના ભગવાનની આરતી ચાલી રહી છે અને ત્રણ શ્વાન તેનો કેવી રીતે લ્હાવો લઇ રહ્યા છે. આ સાથે અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પાલતુ શ્વાન સિવાય રસ્તે રખડતા શ્વાનને લોકો ભગાડતા હોય છે.

પરંતુ આ વિડીયો જોઇને રસ્તે રખડતા શ્વાન પ્રત્યે તમારો અભિગમ બદલાય શકે છે. આ વિડીયો જોઇને સાબિત થાય છે કે મંદિરમાં આવતા શ્વાનને ભગાડવાને બદલે સાથે રાખી શકાય છે. અહીં આવતા ભક્તો સાઇડમાંથી નિકળી રહ્યા છે. પરંતુ શ્વાન પોતાની મસ્તીમાં આરતીનો લ્હાવો લઇ રહ્યા છે જે ખરેખર પ્રશંસનીય છે. આમ હાલ આ શ્વાનનો વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. અને લોકો પણ આ વિડિઓ ને ખુબજ પસંદ કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.