રાજસ્થાન માં નીકળી આવીઅનોખી જાન !જેમાં વરરાજો બન્યો ડ્રાઇવર જે ૫૧ ટ્રેક્ટર માં જાન લઈને ગયો જુવો વિડીયો
લોકો પોતાના લગ્નને અનોખા ને યાદગાર બનાવવા માટે અજીબો ગરીબ હરકતો કરતા જોવા મળે છે .સામાન્ય રીતે લોકો જાન ગાડી માં લઈને જવાનું અથવા તો વરરાજા ઘોડા પર બેસીને લગન કરવા જતા હોય છે.પરંતુ રાજસ્થાન ના બાડમેર જીલ્લામાં નીકળેલી લોકોમાં ચર્ચા ને કુતુહુલનો વિષય બની છે.૫૧ ટ્રેક્ટર ની સાથે આ જાન નીકળી હતી. જેમાં વરરાજા પોતે ટ્રેક્ટર ચલાવીને પોતાની દુલ્હનને લેવા માટે પહોંચ્યો હતો.
આશરે ૧ કિલોમીટર લાંબી આ જન્મ તમામ જાનેયા ટ્રેક્ટર પર સવાર થઇ ને જોવા મળ્યા હતા.અને જે રસ્તા પરથી આ જાન નીકળી હતી ત્યાં તમામ લોકો આ જાનને જોવા અટકી ગયા હતા, આ કિસ્સો બાડમેર જીલ્લાના બાયતુંના સેવનીયાલા ગામનો છે જીલ્લાના સેવનીયાલા ગામનો નિવાસી ૨૨ વર્ષના રાધેશ્યામ ના લગ્ન બોડાવા ની નિવાસી કમળની સાથે ૮ જુનના રોજ થયા હતા.વરરાજા જાનેયા ઓ સાથે ટ્રેક્ટર પર સવાર થઈને ૧૫ કિલોમીટર દુર આવેલા પોતાના સાસરે પહોચ્યા હતા.
લગભગ ૧ કિલોમીટર લાંબા આ જનેયાના કાફલા ને જોઇને સૌ કોઈ હેરાન રહી ગયા હતા.આ ની ખાસ વાત એ હતી કે વરરાજા રાધેશ્યામ પણ પોતે ટ્રેક્ટર ચલાવતો જોવા મળ્યો હતો. જયારે જાન દુલ્હનના ઘરે પહોચી ત્યારે આખું ગામ આ જાન ને જોચા પહોચી ગયું હતું.વરરાજા રાધેશ્યન નું કહેવું છે કે ,ટ્રેક્ટર ખેડૂતોની ઓળખ છે.રાધેશ્યામે જણાવ્યું કે,તેના પિતાની જાન પણ ઊંટ ગાડી પર જ કાઢવામાં આવી હતી.
પરંતુ હાલના સમયમાં આટલા બધા ઊંટ મેળવવા શક્ય નહોતા આથી ટ્રેક્ટર પર જાન કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો .અને પરિવારના તમા લોકો એ આ માટે સંમતિ પણ આપી.લગ્નના એક મહિના પહેલાથી જ ટ્રેક્ટર માટેની વ્યવસ્થા શરુ કરી દેવામાં આવી હતી. બુધવારે સાંજે સાડા છ વાગ્યે રાધેશ્યામની જાન બોરાડા જવા માટે ૫૧ ટ્રેક્ટર પર નીકળી હતી
ટ્રેક્ટર પર આશરે ૧૫૦ જેટલા જનેયા સવાર હતા .લગ્ન પછી કમલા પણ આ ૫૧ ટ્રેક્ટર માંથી એક ટ્રેક્ટર માં સવાર થઈને પોતાના સાસરે આવી હતી. આ લગ્ન ૮ જુનના રોજ થયા હતા અને હવે આ જાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.દુલ્હન ૧૦ પાસ અને વરરાજો ૧૨ પાસ છે.