અનોખી પ્રેમ કહાની ! પતિ IPS અને પત્ની DCP , બાળપણથી જ બંને સાથે….
આપણે ઘણા લોકોને કહેતા સાંભળીયા હશે કે પત્ની ઘરની બોસ હોય છે તેનો પતિ ગુલામ તરીકે ત્યાં કામ કરતો હોય છે ઘરમાં પત્નીને ઘણીવાર તો હોમમીનીસ્ટર પણ કહેવામાં આવતી હોય છે . આ બધી તો માત્ર મજાકની વાતો ગણાય છે જે માત્ર થોડા સમય માટે જ થતી જોવા મળે છે સાચું તો એ છે કે પુરુષ અને સ્ત્રી બંને સાથે જ શોભે છે એક ના હોય તો બીજા ને લોકો તરત યાદ કરે છે.
ઉતરપ્રદેશ ના નોઇડા ના રહેવાસી IPS ઓફિસર અંકુર અગ્રવાલ ની પત્ની વૃંદા શુક્લા પર આ કહેવત સાચી સાબિત થઇ છે કેમકે, વૃન્દાજી માત્ર ઘરમાં જ નહિ પરંતુ ઓફીસ માં પણ તેમની બોસ છે . અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લની સ્ટોરી તમને ફિલ્મમાં આવતી લવ સ્ટોરી જેવી લાગશે . તે બંને બાળપણથી જ ફ્રેન્ડ હતા અને સાથે અભ્યાસ કરતા હતા .
પછી તે બંને IPS ઓફિસર બન્યા ત્યારબાદ વર્ષ ૨૦૧૯ માં બંને એ એકબીજાને પોતાના જીવનસાથી બનાવીયા ચાલો જાણ્યે વિસ્તારથી તેમની સ્ટોરી UP ના ગૌતમબુદ્ધનગર જીલ્લામાં જયારે પોલીસ કમિશનર પ્રણાલી લાગુ થઇ ત્યાર પછી વૃંદા સુકલા ને ગૌતમબુદ્ધનગર માં DCP બનાવવામાં આવી અને તેમણે DCP મહિલા સુરક્ષા ના પદ પર નોકરી શરુ કરી .
તેના પતિ અંકુર અગ્રવાલ ને એડીશનલ DCP ની પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા .રીપોર્ટના અનુસાર , અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લા હરિયાળાના અંબાલામાં રહેતા હતા. તે બંને એકબીજાના પાડોશી હતા .તે બંને એ ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ અંબાલા કોન્વેન્ટ જીસસ એન્ડ મેરી સંકુલમાં સાથે કર્યો હતો.પછી વધુ અભ્યાસ માટે વૃંદા અમેરિકા ચાલી ગઈ અને અંકુર એ ભારત માંથી જ એન્જીનીયર નો અભ્યાસ પૂરો કર્યો .
જયારે વૃંદા સુક્લાનો અભ્યાસ પૂરો થયો ત્યારે તે અમેરિકા માં જ રહીને ત્યાં જોબ કરવા લાગી હતી. અંકુર અગ્રવાલે પણ પોતાનું એન્જીનીયરીંગ પૂરું કરીને બેંગલુર માં જોબ શરુ કરી દીધી .ત્યારબાદ તેમણે ૧ વર્ષ સુધી બેંગલુરુ માં નોકરી કરી અને તે પણ અમેરિકા ચાલ્યો ગયો.અમેરિકામાં રહેતા અંકુર ની મુલાકાત વૃંદા સાથે થઇ.અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લા સિવિલ સર્વિસ માં જવા માંગતા હતા .એટલે તેમણે UPSC ની પરીક્ષા આપવાનો નિર્યણ લીધો .
તે બંને એ અમેરિકામાં જોબ કરતા જ UPSC પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી . વર્ષ ૨૦૧૪ માં વૃંદા પોતાના બીજા પ્રયત્ન માં સિવિલ સર્વિસીસ પરીક્ષામાં સફળ થઇ અને તે IPS ઓફિસર બની .તેણે નાગાલેંડ શેત્ર માં મળ્યું પછી તેના ૨ વર્ષ બાદ અંકુર ને પણ વર્ષ ૨૦૧૬ માં પહેલા પ્રયત્ન માં જ સીલેશન થઇ ગયું અને તે પણ IPS બની ગયો.
અંકુરને બિહાર નું શેત્ર મળ્યું હતું આ પ્રકારે બાળપણ ના મિત્ર વૃંદા શુક્લા ને અંકુર અગ્રવાલ ની મુલાકાત પ્યારમાં બદલી જયારે બંને IPS બની ગયા ત્યારે તેમણે લગ્ન કરવાનો વિચાર કર્યો .ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૧૯ માં બંને એ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા.