સુનીલભાઈ ધોળકિયા એ પોતાની દિકરીના લગ્નની અનીખી કંકોત્રી બનાવડાવી જે કચરા મા કે પસ્તી મા આપવાને બદલે આવી રીતે ઉપયોગ કરી શકાશે…

હાલના સમયમાં હવે લગ્નની મોસમ શરૂ થવાની છે, ત્યારે ખરેખર લોકો પોતાના ઘર આંગણે આવેલ આ પ્રસંગને ખૂબ જ ધામધૂમ થી અને યાદગાર બની રહે તે માટે કંઈક ખાસ આપતા હોય છે. આજે લગ્ન એક પ્રસંગ ને બદલે આનંદ અને ઉત્સવ નું પર્વ સમાન છે, જેમાં લોકો અઢળક રૂપિયો ખર્ચે છે, ત્યારે અમે આજે આપને એક એવા પરિવાર વિશે જણાવીશું જેમણે પોતાની દીકરીનાં લગ્નમાં અનોખી કંકોત્રી છપાવી હતી, જે તમે કચરા માં નહીં નાખી શકો કારણ કે આ કંકોત્રી અમૂલ્ય છે.

ઉપલેટામાં રહેતા અને સોના-ચાંદીનો ધંધો કરતા સુનિલભાઈ ધોળકિયાએ દિકરીનાં લગ્નમાં ગાયનાં છાણમાંથી બનતા કાગળની કંકોત્રી છપાવી છે. પર્યાવરણ પ્રેમી અને છેલ્લાં 20 વર્ષોથી ગૌ સેવા સાથે સુનિલભાઈ જોડાયેલાં છે. સુનિલભાઈનાં પરિવારમાં પત્ની સાધના બહેન, બે પુત્રીઓ રાજવી અને ધ્રુવી અને એક પુત્ર કલ્પ છે. સુનિલભાઈએ દિકરીનાં લગ્નમાં કંઈક અલગ કરવાનું વિચાર્યુ હતુ. સુનિલભાઈ છેલ્લાં 18 વર્ષથી ગાય આધારિત ખેતી પણ કરે છે.

સુનિલભાઈનાં ઘરે પણ 50 વર્ષથી ગાય પાલન થાય છે. ધન્વંતરી પરિવાર ટ્રસ્ટનાં મૂળભૂત સિદ્ધાંતો આરોગ્ય સ્વાવલંબન અને સજીવ ખેતી અને ગૌ સેવા છે. તેમણે કાગળનાં વીઝીટીંગ કાર્ડ જોયા હતા. ત્યારે તેમની પાસેથી જાણવા મળ્યુ હતુ આ એક એવાં કાગળ છે જેનો ઉપાયોગ બાદ તેને જમીનમાં દાટી દેવામાં આવે તો તેમાંથી છોડ ઉગે છે. કાગળો ત્યારે જ આવા અનોખા કાગળની કંકોત્રી ધ્રવીનાં લગ્ન માટે છપાવવાનો નિર્ણય કર્યો હતો.

કોઈ પણ લગ્નનાં કંકોત્રી ખાસ હોય છે. એકવાર લગ્ન પુરા થઈ જાય પછી તે પસ્તીમાં જાય છે અથવા તો કચરાની પેટીમાં જ જાય છે. ત્યારે મારા ઘરનાં લગ્નની કંકોત્રી લોકોનાં ઘરમાં એક સંભારણું રહે તે વિચાર સાથે આ પ્રકારની કંકોત્રી છપાવવાનો નિર્ણય કર્યો હતો. એવું નથીકે, દીકરી ધ્રુવીનાં લગ્નમાં જ આવી કંકોત્રી બનાવડાવી છે, આ વિચાર સાથે પાંચ વર્ષ પહેલાં જ્યારે મોટી પુત્રી રાજવીનાં લગ્ન થયા હતા ત્યારે પણ અલગ વિચાર સાથે અનોખી કંકોત્રી છપાવડાવી હતી. તો ધ્રુવીનાં લગ્નની આ કંકોત્રીથી ગાયનો મહિમા વધશે અને સાથે સાથે આ કંકોત્રીમાં જે કાગળનો ઉપયોગ થયો છે તે પર્યાવરણ માટે સારો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *