અનોખું બીજ દાન ! જેમાં આ વ્યક્તિએ આજ સુઘી હજારો ખેડૂતો ને મફતમાં સ્વદેશી બીજ નું વિતરણ કર્યું અને આજે પણ આ સેવા ….
મધ્યપ્રદેશના ગુના ના રૂઢિઆઈ ગામના ૪૪ વર્ષના કેદારભાઈ સૈનિ એક ગરીબ ખેડૂત પરિવાર થી આવે છે. પરંતુ પર્યાવણ ના પ્રત્યેના લગાવ ના કારણે તે બહુ ખાસ બની જવા પામ્યા છે તે ઝાડ, છોડવા અને દેસી બીજ ના વિષે બહુ જ સારી અને જરૂરી માહિતી જાણે છે અને તેમના જ્ઞાન નો ઉપયોગ કરી ને તે શહેર માં પણ હરિયાળી ફેલાવાની કોશીસ કરી રહ્યા છે વર્ષ ૨૦૧૯ થી તે ગેલ ઇન્ડિયા અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા પ્રોજેક્ટમાં છોડવા વાવવાનું કામ કરે છે. તેમના વૃક્ષો પ્રત્યે ના લગાવ ના કારણે તે દુર્લભ શાકભાજી , ફળો , અને જડી બુટ્ટી વગેરે ના બીજ એકઠા કરવાનું કામ કરે છે.
તમને જાણી ને આશ્ચર્ય થશે પણ તેઓ માત્ર આ બીજ ને જમા જ કરવાનું કામ જ નહિ પરંતુ તેને જરૂરિયાત મંદ ગરીબ ખેડુતો ને મફતમાં વહેચી પણ રહ્યા છે આ કામગીરી તેઓ ૨૦૧૩ થી કરી રહ્યા છે પરંતુ કોરોના મહામારી ના સમયે તેમણે માત્ર બીજ ટપાલ થી વેચાણ કરવાનું શરુ કર્યું છે, કેદારભાઈ એ હિન્દી વિષયમાં M.A. કરેલું છે પરંતુ તે હમેશા પોતાના પિતા ની સાથે ખેતરોમાં જ કામ કરતા હતા તે કહે છે કે, મારી માં ના નામે માત્ર ૪ વીધા જમીન હતી એટલા માટે અમે બીજા ના ખેતરોની જમીન ભાડે લઈને તેના પર ખેતી કરતા હતા. પરંતુ મને પારંપરિક ખેતી કરતા વધારે બગાયતી ખેતી માં રસ હતો. કેદાર ભાઈ હમેશા થી જ અલગ અલગ શાકભાજી ઉડાડતા અને દેસી જાતોના બીજ એકઠા કરતા હતા.
વરસાદ ના સમયમાં તો તેઓ આ બીજ ને ભેગા કરી વેચતા પણ હતા. તે જણાવે છે કે, જયારે તે ૭-૮ ધોરણ માં હતા ત્યારે વરસાદ ના સમયે અમે બધા મિત્રો ભેગા થઇ ગામની બજારમાં આવા દેશી બીજ ના પેકેટો બનાવી વેચતા હતા. જેનાથી અમને થોડી પોકેટ મની મળી જતી હતી. સમય ની સાથે શોખ પણ વધતો ગયો. તેઓ તેમના દોસ્તો સાથે મળી બહુ વૃક્ષો રોપણ નું કામ કરતા હતા, તેમના છોડવા પર્ત્યેના આજ લગાવ ના કારણે તેમણે ગુનાના વિજયપુર શહેરમાં ગેલ ઇન્ડિયા લીમીટેડ માં તેમણે વૃક્ષોની જાણવાની માટે નું કામ મળ્યું હતું. તેઓ ૨૦૦૭ સુધી માત્ર ખેતી જ કરતા હતા.
પરંતુ તેમના અનુભવ ના કારણે જયારે તેમને નોકરી માટે નો પ્રસ્તાવ આવ્યો તો તેમના માતા પિતા બહુ જ ખુશ થયા કેમ કે અમને થયું કે હવે ઘરમાં નિયમિત રીતે આવક આવતી થશે. હા પરંતુ તે સમયમાં તેમને માત્ર ૪૦૦૦ જ રૂપિયાનો પગાર મળતો હતો. પરંતુ સમયની સાથે તેમણે ગેલ ના જ અલગ અલગ જગ્યાઓ પર કામ મળવા લાગ્યું. અત્યાર સુધી તેમણે સિવિલ મેન્ટેનન્સ ના કામ પણ મળ્યા પરંતુ ગેલ ની બાગાયત વિભાગ સાથે તેઓ જોડાયેલા હતા. આ ઉપરાંત કેદારભાઈ એ પોતાના સ્તરે પણ છોડ વાવવા ને બીજ એકત્રિત કરવાનું કામ ચાલુ રાખ્યું. કેદારભાઈ જણાવે છે કે, તમને મારા ખીચ્ચા માં એક તો બીજ હમેશા જોવા મળશે જ .
મારી પાસે દેશી રીંગણા, કાકડી, ઘઉં સહીત લગભગ ૧૪૦ પ્રકારના બીજ છે પણ આ બધા બીજ ની સંભાળ રાખવી મારા માટે બહુ મુશ્કેલ છે ,કારણ કે હું વૃક્ષોરોપણ ના કામ માટે જુદા જુદા શહેરો માં ફરતો હોવ છુ તેથી જ હું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકો સુધી આ બીજ પહોચાડું છુ. કેદારભાઈ જણાવે છે કે, કોરોના પછી સરકારે જયારે ફરજીયાત દરેક આવાસ યોજના અને સરકારી ઈમારતો અથવા રસ્તાઓ પર વૃક્ષ ઉગાડવાનો પ્રોજેક્ટ શરુ કર્યો. જે હેથળ કેદારભાઈ ને બહુ જ વધારે કામ મળી રહ્યું છે. હાલમાં તો કેદારભાઈ ઇન્દોરમાં મુખ્યમંત્રી આવાસ યોજના ના પ્રોજેક્ટ માં વૃક્ષો રોપવાનું કામ કરે છે.
ત્યાં જ તે પોતે પણ સમૃદ્ધ પર્યાવરણ સંરક્ષણ અભિયાન નામનું એક મિશન ચલાવી રહ્યા છે. જેના દ્વારા તે ચોમાસા ની ઋતુમાં લોકો ને વધારે ને વધારે વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરી સકે, કેદારભાઈ વૃક્ષારોપણ ના અભિયાન થી લોકો ને જોડવા માટે સોશિયલ મીડિયા ની મદદ લઇ રહ્યા છે.કેદારભાઈ એ ધ બેટર ઇન્ડિયા ની સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મેં અત્યાર સુધી ૧૭ રાજ્યોના અલગ અલગ ખેડૂતો ને ટપાલ ના માધ્યમ થી દેશી શાકભાજી અને ઔષધીય છોડ ના બીજ પહોચાડ્યા છે આ કામ હું પૈસા ની માટે નથી કરી રહ્યો ,પરંતુ માત્ર એટલા માટે કરી રહ્યો છુ કે જેથી આ દેશી બીજના ધાનો વર્ષો સુધી સુરક્ષિત રહી સકે અને આપણી આવનારી પેઢી પણ આપણા દેશી ધાનના સ્વાદ નો આનદ માણી સકે.