આ છે ગુજરાતનુ અનોખુ ગામ જયા દરેક ઘર છે શિક્ષક ! તો ઘણા પરીવાર મા બધા શિક્ષક…

ગુજરાતમાં અનેક અનોખા ગામ વિશે આપણે જાણ્યું છે, કોઈક ગામ પોતાની સુખ સુવિધાઓનાં લીધે ઓળખાય છે તો કોઇક ગામ પોતાની સંપત્તિ થી અનોખું ગણાય છે. આજે આપણે જાણીશું ગુજરાતનુ અનોખુ ગામ જયા દરેક ઘર છે શિક્ષક ! ગાંધીજી કહેતા હતા કે, ભારતનું ભવિષ્ય ગામડાઓમાં ધબકે છે. ખરેખર આ વાત સાચી જ છે. આજે શહેરો કરતા વધુ ગામડા વિકસિત થઈ રહ્યા છે.

આણંદ જિલ્લામાં સારોલ ગામ આવેલું છે અને આ ગામમાં ઘેર ઘેર શિક્ષકો છે. આમ પણ કહેવાય છેને કે, આગામી પેઢીનું ઘડતરનો ભાર શિક્ષકો પર હોય છે ત્યારે આ ગામના નવ યુવકો સહિતે શિક્ષકની નોકરી કરી રહ્યા છે તેમજ દેશને નવી દિશામાં લઇ જવાનું કાર્ય કર્યું છે જે ખૂબ જ સરહાની છે. ચાલો અમે આપને આ ગામ વિશે વધુ માહિતગાર કરીએ.

આ ગામના દરેક ઘરમાં પિતા પછી દીકરાએ તો કોઈના ભાઈએ શિક્ષક બની ગામનું નામ રોશન કર્યું છે. શિક્ષકના પવિત્ર વ્યવસાય ને પેઢીગત અપનાવી સમાજ અને આવનાર પેઢી ના ઘડતર ની જવાબદારી ઉપાડી છે. વર્ષો પહેલા સૌ કોઈ ખેતી સાથે જોડાયેલ હતા.આર્થિક સદ્ધરતા નહિ હોવાથી ભણતર સહીતની સુવિધાઓથી વર્ષો પહેલા વંચિત હતા. આ વિસ્તારના યુવાનોએ ખેતી અને પશુપાલન ના વ્યવસાયને બદલે ઉચ્ચ અભ્યાસ સાથે શરૂઆત કરી અને શિક્ષકની નોકરી અપનાવી.

એક બાદ એક ગામના યુવાનોએ ભણીગણી શિક્ષકની નોકરી સ્વીકારી નવી પેઢીના ઘડતરની જવાબદારી ઉપાડી છે.યુવાનોને ભણવાની પ્રેરણા તો પ્રાપ્ત થઇ છે પણ વ્યસનો અને દુષણોથી પણ ગામના યુવાનો મુક્ત થઇ રહ્યા છે. નવરાશ ની પડો માં ગામના શિક્ષકો ગામના વિદ્યાર્થીઓ ને આશ્રમ શાળા ના ચોતરે બેસાડી શિક્ષણ અને સંસ્કારો ના પાઠ ભણાવી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *