અમદાવાદ ના અનોખા લગ્ન! 52 વર્ષ ની મહીલા અને 36 વર્ષ નો યુવાન લગ્ન ના બંધન મા બંધાયા…એવી રીતે મિલન થયુ કે…

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં લોકો ખુબજ ધામધૂમ થી લગ્ન કરતા જોવા મળી રહ્યા છે. તેમજ પ્રેમનાં સબંધ કોઈ પણ વ્યક્તિ ઉમર, રંગ, હાવભાવ કોઈ પણ બાબત જોતો હોતો નથી બસ બંનેનાં વિચારો મળવા જોઈએ અને એક બીજાના સુખ દુઃખમાં હમેશા માટે સાથે રહે. આવોજ એક કિસ્સો સૌરાષ્ટ્રનાં મોરબીનો લગ્નનો કિસ્સો જેટલો ચર્ચાસ્પદ બન્યો છે. લોકો આ લગ્નને જોઈ ખુબજ ચોકી રહ્યા છે. અહી ૩૬ વર્ષનો એક કુંવારો યુવક છુટાછેડા લીધેલી ૫૨ વર્ષીય મહિલા સાથે લગ્નગ્રંથીમાં જોડાયો અને એક નવા લગ્ન જીવનની શરૂઆત કરી છે.

આ યુગલે અનુબંધન ફાઉન્ડેશનનાં સહયોગથી લગ્ન કર્યા છે. બંને એક બીજાના વિચાર અને સ્વભાવ તેમજ લાગણીઓની સાથે પ્રેમ સબંધમાં આવી ગયા હતા. તેમજ બંને વચ્ચે ૧૬ વર્ષનો તફાવત છે. જે મહિલાએ આ લગ્ન કર્યા છે તેણે અગાઉના પતિ સાથે મનમેળ ણ બેસતા ૧૨ વર્ષના લગ્નજીવન પછી છુટાછેડા લીધા હતા તે પછી ૮૧ વર્ષનાં વૃદ્ધ માતા-પિતા સાથે ૨૦ વર્ષ રહી તેમની સેવા કરી હતી.

તેમજ મહિલાનું એવુ કહેવું છે કે ‘વાતચિત દરમિયાન યુવકનો સ્વભાવ રહેણીકરણી સમાન લગતા મેં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમારી વચ્ચે ઉમરનો ભલે મોટો તફાવત હોય, પરંતુ અમારી લાગણીને ઉમર સાથે કોઈ પણ લેવાદેવા નથી. તે ધાર્મિક છે અને હું પણ ધાર્મિક છુ. તેમજ મમતા ભટ્ટ જણાવે છે કે તેમનાં ભૂતકાળના લગ્નજીવનથી તેમણે કોઈ સંતાન નહોતું. તેમજ કહે છે કે અમે બંને તમામ લોકો સુધી એ વાત પહોચાડવા માંગીએ છીએ કે ઉંમર ભલે ગમેં તેટલી હોઈ જીવન જીવવા માટે એક જીવન સાથની જરૂર તો બધાને પડતીજ હોઈ છે તો પછી લોકોએ પણ લાગણી સિવાય કોઈ બાબત વિષે લેવાદેવા રાખવી જોઈએ નહિ. તેમજ એકસાથે રહીને લગ્નજીવન જીવવું જોઈએ.’

કન્યા મમતા ભટ્ટે કહ્યું હતુ કે ‘મારા પહેલા ૧૨ વર્ષનાં લગ્નજીવનમાં મેં ખાલી ત્રાસ સહન કર્યો હતો. પણ હવે મને સાચો જીવનસાથી મળી ગયો છે. ઈશ્વર ખુદ નથી આવતા પરંતુ કોઈને નિમિત્ત બનાવીને મોકલે છે માર જીવનમાં ભાવિન એવીજ રીતે આવ્યા છે.’ તેમજ ભાવિન જણાવે છે કે ‘મારી પત્ની ભલે મારી કરતા ઉમરમાં મોટી હોઈ, પણ અમારા વિચારો, સ્વભાવ અને લાગણીઓ મળતા આવે છે. તેમજ હું છેલ્લા ૧૦ વર્ષથી યોગ્ય પત્નીની શોધમા હતો જે મને સુખ દુઃખમાં સાથ આપે.

આમ મને વિચારો, લાગણીઓ તેમજ તમામ રીતે મારે જોઈએ તેવી જ પત્ની મળી છે. ઘરમાં બધા લોકોને સમજાવવા ખુબજ સમય લાગ્યો હતો. ઘરના લોકોન ખુબજ સમજાવ્યા બાદ તેઓ આ લગ્ન માટે માની ગયા હતા. આમ ઉમર કરતા મનની સુંદરતા વધુ મહત્વની છે અમે ૨ મહિનાની વાતચિત બાદ આગળનું જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું. આમ તમે જોઈ શકો છો કે પ્રેમને સરહદ કે ઉમરની રેખા પડતી નથી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.