ઉર્વશીબેન રાદડિયા ના પિતાનો પગાર જાણી ને તમે પણ ચોકી જશો શું તમે જાણવા માંગો છો તેમના પિતાનો પગાર?
ઉર્વશીબેન રાદડિયા નો જન્મ 25 મે 1990ના રોજ અમરેલી, ગુજરાત ખાતે થયો હતો. અમદાવાદમાં મોટી થયેલી ઉર્વશી 6 વર્ષની ઉંમરથી ગાય છે. તેને 6-વર્ષ ની ઉમર ના હતા ત્યારથી જ તેને સંગીત શીખવાની શરૂઆત કરી દીધી હતી. અને તે ત્યારથી જ સંગીત માં નિપુણ બની ગયા છે. ઉર્વશીબેન રાદડિયા બાળપણમાં પોલીસ ઓફિસર બનવા માંગતી હતી. પરંતુ પરિવારના સંજોગો સામે ઉર્વશીએ પોતાનું સપનું છોડવું પડ્યું. તેણે સંગીત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.એક ઈન્ટરવ્યુમાં ઉર્વશીએ કહ્યું હતું કે તેના માતા-પિતા માત્ર ત્રણ હજાર રૂપિયા કમાતા હતા, જેમાંથી તેના પિતા ઉર્વશીના મ્યુઝિક ક્લાસની ફી ચૂકવતા હતા.
ઉર્વશીનું પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ રસપ્રદ છે. તેઓ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં પરફોર્મર લેડી સિંગર ન આવી ત્યાં ઉર્વશીને તક મળી અને ત્યારથી ઉર્વશી ગુજરાતી સિંગર તરીકે ફેમસ થઈ ગઈ. પ્રથમ પ્રદર્શન પછી, ઉર્વશીએ સ્ટેજ અને ડાયરો તેમજ ગરબા પર પરફોર્મ કરવાનું શરૂ કર્યું. આજે ઉર્વશી રાદડિયાની ગણના ગુજરાતની ટોચની ગાયિકાઓમાં થાય છે. ઉર્વશી તેની સફળતા માટે તેના પિતાના સમર્પણને શ્રેય આપે છે. ઉર્વશીના પિતા દરેક પરફોર્મન્સમાં સ્ટેજ પર હાજર હોય છે.
ઉર્વશીબેને માત્ર ગુજરાતી માં જ નહિ તેને હિન્દી, પંજાબી, રાજસ્થાની, મરાઠી માં પણ અનેક ગીતો ગાયેલા છે. તેને લગ્ન ગીતો,સૂફી ગીતો, ગઝલો માં પણ સારું એવું પરફોર્મન્સ કરતા હોવા મળે છે. ઉર્વશીબેન ના ગુજરાતી ગીતો, ભજન, લગ્ન, સૂફી ગીતો અને ગઝલોમાં છે. ઉર્વશીના ગીતો ‘મુજે મારી મસ્તી’, ‘છપ તિલક સબ ચીની’, ‘સૌરાષ્ટ્રની વાસી હમ પટેલ કાઠિયાવાડી’, ‘વીર વલ્લભ વંદે વંદન હજાર..’ તેના પ્રખ્યાત ગીતો છે. તે ભારત ઉપરાંત કેનેડા,ન્યુયોર્ક, ઇંગ્લેન્ડ, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા વગેરે જેવા દેશો માં જય ને પણ પરફોર્મન્સ આપે છે.
તે વર્ષ માં 1000 થી પણ વધુ કાર્યક્રમો કરતા હોય છે. આ ઉપરાંત તેણે પદ્મશ્રી ભીખુદાન ગઢવી, ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી, સાયરામ દવે જેવા મહાન કલાકારો સાથે પણ કામ કરેલું છે. હાલમાં સોશિયલ મીડિયા પર ઉર્વશીબેન નો વિડિયો ખુબ જ વાયરલ થાય રહ્યો છે. જેમાં સમસ્ત હીરાવાડી ગ્રુપ આયોજિત એક કાર્યક્રમ માં તેના પર 20-50-500 ની નોટો નો વરસાદ કરતો થતો જોવા મળે છે.
View this post on Instagram