US ની ગોરી મેમ ભારતના આ દેશી યુવક ને દિલ દઈ બેઠી અને કર્યા લગ્ન, કંઈક આવી રીતે થઈ હતી મુલાકાત…જાણો તેમની પ્રેમ કહાની

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે આ વિદેશી ગોરી મેમ ભારતના યુવકને દિલ દઈ બેઠી. અને યુવકના જીવનમાં એક નવોજ ઉત્સાહ અને ઉમંગની ખુશી છવાઈ ગઈ છે. આવો તમને વિસ્તારમાં જણાવીએ.

ઇન્સ્ટાગ્રામ પર દુલ્હનિયા ડોટ કોમે એક ખૂબ જ સુંદર પ્રેમ કહાનીનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શિકાગોની જેસિકા અને બિહારના અભિષેક જોવા મળી રહ્યા છે. વર્ષ 2010માં બંનેને પ્રેમ થયો હતો. 6 મહિના સુધી એકબીજાને ડેટ કર્યાં બાદ પરિવારના લોકોની મંજૂરીથી બંનેએ લગ્ન કર્યાં હતાં. તેમના લગ્નબસંદ તેઓ તમને જીવનમાં ખુબજ ખુશ જોવા મળી રહ્યા છે.

વાત કરીએ તો લગ્નના 4 વર્ષ પછી એટલે કે, વર્ષ 2014માં બંનેના દીકરા વિરાજનો જન્મ થયો હતો. ત્રણેય પોતાની જિંદગીમાં ખૂબ જ ખુશ હતાં, પણ થોડોક ખાલીપો લાગી રહ્યો હતો. એટલે વર્ષ 2016માં બંને શિકાગોથી બિહાર આવી ગયાં હતાં. અહીં જેસિકાએ પોતાની દીકરી વિવિક્તાને જન્મ આપ્યો હતો. ચારેય પોતાના પરિવાર સાથે બિહારમાં જ રહેતાં હતાં.

તેમજ ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી બંનેના આ વીડિયોને રીલ્સ પર 28 હજારથી વધુ વાર જોયો છે. તેમની લવ સ્ટોરીના આ વીડિયો પર લોકો રસપ્રદ કોમેન્ટ પણ કરી રહ્યા છે. આમ આ પરથી કહી શક્ય કે પ્રેમ માટે વ્યક્તિ દરેક મુશ્કેલીઓ પાર કરી જાય છે. ધર્મ, દેશ, ભાષા અને સંસ્કૃતિ પ્રેમ કરનારાઓને અલગ કરી શકતી નથી. હાલમાં જ આ સોશિયલ મીડિયા પર બિહારના અભિષેક અને શિકાગોની જેસિકાના પ્રેમની અને લગ્નની કહાનીનો વીડિયો વાઇરલ થયો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *