લગ્ન ની આવી કંકોત્રી પહેલા ક્યારેય પણ નહી જોઈ હોય એમા જે લખ્યુ છે એ વાંચીને……

અત્યારે લગ્ન ની સીઝન ચાલી રહી જેમાં લોકો લગ્ન કરવામાં પાણી ની જેમ પૈસા વાપરતા હોય છે. લોકો લગ્ન માં જેટલા પૈસા વાપરે તેટલા જ પૈસા લગ્ન ની બદલે કોઈ સમાજ સેવા ના કાર્ય માં વાપરે તો ઘણા લોકો ને મદદ થાય. લગ્ન સ્થળ એક એવું સ્થળ છે જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે એવામાં આવી જગ્યા એ જો કોઈ ને કઈ સારો એવો સમાજ ને ઉપયોગી સંદેશ આપવો હોય તો આ માટે આ ઉત્તમ સ્થળ છે.

એવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશ નો સામે આવીયો છે જેમાં જેના લગ્ન છે તે વ્યક્તિ ના લગ્ન નું કાર્ડ સોસીયલ મીડિયા પર ખુબ વાયરલ થાય રહ્યું છે. ઉત્તરપ્રદેશ ના ચંદોલી જિલ્લા ના 21 વર્ષ ના એક યુવાન ના લગ્ન છે તેણે પોતાના લગ્ન ના કાર્ડ માં લખેલું વહે કે …દંપતી લગ્ન ની વિઘી કરતા પહેલા રક્તદાન કરશે ત્યારબાદ અનાથ બાળકો ને ભોજન કરાવશે ત્યારબાદ તે વૃદ્ધાશ્રમ જય ને ઘરડા લોકો ના આશીર્વાદ લેશે અને ત્યારબાદ તે લગ્ન ની વિધિ કરશો.

લગ્ન માં ગણેશ પૂજા, મામેરુ, મહેંદી, સંગીત જેવા રિવાજો તો દરેક વ્યક્તિ કરતા હોય છે પણ બ્લડ ડોનેશન, અનાથ બાળકો ને ભોજન, વૃદ્ધાશ્રમ માં જઈને ઘરડા લોકો ની સેવા કરીને આશીર્વાદ લેવા આવો સંદેશ સમાજ માટે એક સારુ ઉદારહણ સાબિત થાય છે. સાથે સાથે કાર્ડ માં પર્યાવરણ વિશે પણ સંદેશ આપેલો જોવા મળે છે.

21 તરીખે અજિત ના લગ્ન થવાના છે તે પહેલા અજિત લોકો ને એક સારો એવો સંદેશો દેવા માંગે છે આ માટે તેણે આ એક સેવા નુ કાર્ય હાથ ધરિયું છે. અજિત પોતે ઘણી વાર રક્ત દાન કરી ચુક્યો છે, અને સાથે સાથે તે આવા સેવા ના કાર્ય માં પણ જોડાયેલો રહે છે. તેને રક્ત દાન કરીને ઘણા લોકો ના જીવ બચાવેલા છે. તે કહે છે કે 21 તારીખે બપોરે 11-વાગ્યે રક્ત દાન નો કાર્યક્રમ કરશો ત્યારબાદ 12-વાગ્યે ગરીબ લોકો ને ભોજન જમાડશો અને સાંજે 6-વાગ્યે તેની પત્ની પ્રિયંકા સાથે વૃદ્ધાશ્રમ જય ને ઘરડા લોકો ના આશીર્વાદ લેશો.

સાથે અજિતકુમાર બીજા લોકો ને પણ પર્યાવરણ ને બચાવવા માટે સંદેશો આપીં રહ્યો છે અને વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ ને બચવવા માટે એક સંદેશો આપી રહ્યો છે. તેના સાગા સંબંધી અને બીજા લોકો તેના આ સારા કામ ના વખાણ કરી રહ્યા છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *