વડોદારા : 31 ડીસેમ્બર પહેલા પોલીસ ની મોટી રેઈડ ! વડોદરા મા આ જગ્યા એ આખુ ગોડાઉન..જુઓ તસવીરો
હાલ છેલ્લા ઘણા સમયથી ચોરી, લુંટફાટ, દારૂની હેરાફેરી જેવા કિસ્સા તેમજ બુટલેગરોનો ત્રાસ ખુબજ વધતો જોવા મળી રહ્યો છે. દારૂની હેર ફેરી અને ખરીદ વેચાણ કરવા માટે હવે બુટલેગરો નવા નવા પેતરાઓ અજમાવતા જોવા મળી રહ્યા છે. તેવીજ રીતે હાલ દારુનાઓ લાખો રૂપિયાનો માલ પોલીસ ધ્વરા બે બુટલેગરો સહીત પકડી પાડવામાં આવ્યો છે. આવો તામને આ પૂરો મામલો વિગતે જણાવીએ.
આ લાખો રૂપિયાના દારૂનો મામલો વડોદરામાંથી સામે આવી રહ્યો છે. વાત કરીએ તો હાલ હવે 31 ડિસૅમ્બર આવી રહી છે તેવામાં લોકો દારૂની હેરાફેરી કરવાનાજ છે. તેવામાં હાલ વરણામા પોલીસે ફાજલપુર ગામમાં આવેલા ગોડાઉન ભાડે રાખીને મુકવામાં આવેલો ભારતીય બનાવટનો રૂપિયા 13.21 લાખનો દારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 25.82 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. દારુનું કટીંગ ચાલી રહ્યું હતું તે જ સમયે પોલીસે દરોડો પાડતા ભાગંમભાગ મચી ગઈ હતી
આમ પોલીસ ધ્વરા જે દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો તે સ્ટીલ ફર્નિચરના બોક્સની આડવામાં બંધ બોડીના કેન્ટેનરમાં રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવમાં 2 આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી છે. જ્યારે વડોદરાના બે બુટલેગરો સહિત 8ને વોન્ટેડ જાહેર કરીને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. આમ થયું એવું કે મળેલી વિગત પ્રમાણે વરણામા પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એન. ગોહિલને ફાજલપુર કેનાલ પાસેના ગોડાઉનમાં દારુનો જથ્થો ઉતર્યો હોવાની માહિતી મળી હતી.
આમ આ સાથે એવી પણ માહિતી મળી હતી કે, હાલ ત્યાં નાના-મોટા બુટલેગરોના કેરીયરો દારુનો જથ્થો લેવા માટે આવ્યા છે. જે માહિતીના આધારે સ્ટાફના પી.એસ.આઇ. કે.ડી. ભરવાડ તેમજ સંતોષ પાઠક, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, સંજયભાઇ, અર્જુન રબારી સહિતના સ્ટાફની મદદ લઇ ફાજલપુર ગામ ખાતે આવેલા બોડી હાર્ડ ચેમ નામના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો આમ તમને વાત કરીએ આ દરોડા પાડતાજ વડોદરાના કુખ્યાત બુટલેગર નિલેશ ઉર્ફ નીલુ નાથાણીને પકડી પાડવામાં આવ્યો હતો.
જેણે (સિંધી)એ પોર પાસે આવેલા ફાજલપુર ખાતે બોડી હાર્ડ ચેમનું ગોડાઉન ભાડે રાખી દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવ્યો હતો. અને ગોડાઉનમાં મૂક્યો હતો. આમ ગોડાઉન ઉપરથી તેઓના સાગરીતો દ્વારા કટીંગ કરવામાં આવી રહ્યો હતો. જોકે, પોલીસે દરોડો પાડતાજ બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી રૂપિયા 25.82 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસ મથકે લઇ ગઇ હતી. વરણામા પોલીસ મથકનું કમ્પાઉન્ડ દારુની 100 ઉપરાંત પેટીઓથી ભરાઇ ગયું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો