વડોદરા: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ ઝેર પીયને આત્મહત્યાનો કર્યો પ્રયાસ! 5 પાનાંની અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું કે….
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પુરુષે ઝેરી દવા પીયને આત્મહત્યાનો કર્યો પ્રયાસ જે બાદ પરિવાર પર દુઃખનું આભ ફાતીપડ્યું હતું. આવો તમને આ ઘટના પાછળનું કારણ જણાવીએ. તમને જણાવીએ તો વડોદરાના ફતેપુરા પોલીસ ચોકી સામે સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા નંદકિશોર સોનીએ ઝેર પીય લીધું હતું જે બાદ તેમને તરતજ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા .
જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ તમને જણાવીએ તો નંદકિશોર સોનીના પિતા કેન્સરની બીમારીથી પીડાતા અને બે બાળકો તેમજ પત્નીનું ભરપોષણ કરતા હતા. આમ તમને જણાવીએ તો વ્યાજખોરોએ 2 કરોડની મિલકતનો રૂપિયા આપવાનું કહી દસ્તાવેજ કરાવી લીધો હતો અને રૂપિયા આપવા ઇનકાર કરતાં સોનીએ 5 પાનાંની અંતિમ ચિઠ્ઠી લખી ઝેરી દવા પીધી હતી. આ સાથે તમને જણાવીએ તો જવા રોડ ઉપર રહેતા દિપ્તેશ રમેશભાઈ ચૌહાણ પાસેથી 10 વર્ષ અગાઉ 40 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આને તેની સામે 80 લાખ ચૂકવી દીધા હતા. કોરોનામાં ધંધો નહિ થતા તેમણે મુખ્ય માર્ગ ઉપર આવેલી પોતાની દુકાનની બે કરોડ કિંમત આંકી અખબારમાં વેચાણ માટે જાહેરાત આપી હતી.
આ કિંમતે વ્યાજખોર દિપ્તેશ ચૌહાણે દુકાન લેવા તૈયારી દર્શાવી હતી. દસ્તાવેજ બાદ રૂપિયા આપવાનું કહી પોતાના મામાના દીકરા રાજન રાજપૂત અને રામ પ્રસાદ રાજપૂતના નામે દસ્તાવેજ કરવી લીધો હતો. આમ અંતે તેઓએ રૂપિયા મળે નહિ કહેતાં નંદકિશોરભાઈ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા.મંગળવારે વ્યાજખોરોએ દુકાન પડાવી લીધાની વિગતો અને જેમની પાસેથી રૂપિયા લેવાના નીકળે છે એના હિસાબ સાથે 5 પાનાંની અંતિમ ચિઠ્ઠી લખી સોનીએ ઝેરી દવા પીધી હતી. સયાજી બાદ ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પોલીસે નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાત કરીએ તો નંદકિશોર સોનીએ તેની અંતિમ ચિઠ્ઠીમાં દિપ્તેશ રમેશભાઈ ચૌહાણ, જયેશ રમેશભાઈ ચૌહાણ,રામપ્રસાદ અરવિંદભાઈ રાજપૂત,રાજન રાજપૂત, રણજીત નારાયણભાઈ રાજપૂત,અર્જુન નારાયણભાઈ રાજપૂત,ગોલુ રાજપૂત,હિતેશ રાજપૂત, અભિષેક ડી. પવાર,સુમન પી. દવે આમ તેમને હેરાન તેમને હેરાન કરતા 25 વ્યાજખોરના નામ લખી તેમની કરતૂતો લખી છે અને 19 લોકો પાસેથી લેવાના નીકળતા લાખો રૂપિયાની પણ વિગતો લખી ડીજીપી, પોલીસ કમિશનર, કલેક્ટર, મેયરને હાથથી લખેલી સ્યૂસાઇડ નોટમાં મારા પરિવારને હેરાન કરતા નહિ અને મારું મૃત્યુ એળે જાય નહિ, ન્યાય અપાવજો તેવી વિનંતી કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.