વડોદરા: વિધાતાના લેખ તું જુઓ ! જે બાળકે હજી સરખી દુનિયા પણ નહોતી જોઈ તેની સાથે જ થયું આવું દુઃખદ, શું થયું આ માસુમ સાથે ?
મિત્રો આ દુનિયામાં ક્યાં વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતે ઘણા અક્માતમાં તો વળી કોઈ હત્યાની ઘટનામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોટ થતું હોઈ છ. તો વળી જો વાત કરવામાં આવે તો હાલ છેલ્લા ઘણા સમય થી ગેસ સિલિન્ડરના બ્લાસ્ટ થવાથી લોકોના ખુબજ મૃત્યુ થઇ રહયા છે તેવામાં હાલ ફરી એક સિલિન્ડર બ્લાસ્ટનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં 3 વર્ષના માસુમનું કમકમાટી ભર્યું મોટ થયું છે આવો તમને આ ધ્રુજાવી દેતી ઘટના વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો આ હચમચાવી દેતી ઘટના વડોદરા શહેરના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટી માંથી સામે આવી રહી છે જ્યાં એક મકાનમાં ગઈ સાંજે ગેસ લીકેજ બાદ આગમાં માતા-પુત્ર દાઝ્યા હતા. જેમાંથી પુત્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ પરિવાર થોડા દિવસ પહેલા જ આ ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો. જેથી પરિવારે જાતે જ ગેસ કનેક્શન ફીટ કર્યું હતું. જેથી એવી શક્યતા છે કે, ગેસની પાઇપમાં લીકેજ થયું અને આ દરમિયાન ઘર બંધ હતું. તેથી ઘરમાં ગેસ પ્રસરી ગયો હતો. જેવા નયનાબેન પુત્ર સાથે બહારથી આવ્યા અને લાઇટની સ્વીચ ચાલુ કરી તેવો જ સ્પાર્ક થતાં ગેસમાં બ્લાસ્ટ થયો.
આ ઘટનામાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે 3 વર્ષીય વિવાન બારોટનું અકાળે મોત નિપજયું છે. તબિબો દ્વારા બાળકની સતત સારવાર કરવામાં આવી હોવા છતાં તેને બચાવી શક્યા નહોતા. આ સાથે જણાવીએ તો આ ગઈકાલે મોડી સાંજે બનેલી ઘટના અંગે જાણ થતા આસપાસના લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઘરમાં લાગેલી આગને કાબૂ કરી હતી. જે બાદ ફાયરના અધિકારીઓ સયાજી જનરલ હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા.
જે બાદ ઈજાગ્રસ્ત લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ગઈકાલ સાંજ સુધી માતા અને પુત્રની સ્થિતિ સ્થિર હતી. જો કે, આજે વહેલી સવારે 3 વર્ષીય વિવાન બારોટનું મોત થયું છે. જ્યારે માતાની હજી પણ સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ બાળકના મૃત્યુ બાદ સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા પોસ્ટમોટર્મની કાર્યવાહી હાથ ધરાશે. આમ આ ઘટનામાં ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ‘અમને કોલ મળ્યો હતો કે ગોત્રી વિસ્તારમાં ગેસનો બાતલ ફાટ્યો છે. અમે તાત્કાલિક અમારી ટીમ સાથે પહોંચ્યા હતા. ઘરમાં ગેસનો બાટલ લીકેજ થતા ગેસ ફાટ્યો હતો. જેમાં માતા પુત્ર દાઝયા હતા અમે તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા.’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.