વડોદરા: સગીરનો અજ્ઞાત રીતે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો ! હત્યા કે આત્મહત્યા ? માતાએ કહ્યું, મારા દીકરાને…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક કિશોરનો પંખા સાથે લટકતો મૃતદેહ મળ્યો છે. જની પાછળ ઘણા કારણો સામે આવી રહયા છે તેમજ આ હત્યા છે આપઘાત? આવો તમને આ મોતની ઘટના વિગતે જણાવીએ.

મોતની આ ધ્રુજાવી દેતી ઘટના વડોદરા શહેરના માંજલપૂર વિસ્તારમાં સુબોધનગરમાંથી સામે આવી રહ્યો છે જ્યાં રહેતા 15 વર્ષના કિશોરનો કૂતરાને બાંધવના બેલ્ટ અને પંખા સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો છે. આમ આ ઘટના બાદ મૃતકના પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. લોકડાઉનમાં કરેલી 4 લાખ રૂપિયાની મદદ પેટે કિશોરને ઘરકામ માટે રાખ્યો હોવાનું બહાર આવ્યું છે.

આમ જે બાદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પોલીસે લાશનો કબજો લઈને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ દરમિયાન પીડિત પરિવારે ઘરમાં તોડફોડ કરી હતી. પીડિત પરવારનુ ઘર નજીકમાં આવેલા ગોકુલનગરમાં છે. સુબોધનગર સ્થિત આ ઘરમાં દીપાબેન, રાજેશભાઈ અને ગગનભાઈ રહે છે અને તેઓ કિશોરને ત્રાસ આપતા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ ઘટના બાદ માતાની પૂછપરછ કરવામાં આવી ત્યારે મૃતક કિશોરના માતા બિંદુબેને જણાવ્યું હતું કે, મારા છોકરાને ખવડાવી અને ચા પીવડાવીને મોકલ્યો હતો. મારા દીકરાને ખૂબ મારતા હતા. મારો છોકરો રોજ કહેતો હતો.

વધુમાં જણાવ્યું હતું કે અહીં તે બધુ કામ કરતો હતો. લોકડાઉનમાં મેં અહીં કામ કર્યું હતું. તેઓએ કોરોના કાળમાં મારું 4 લાખ રૂપિયાનું દેવુ ભર્યું હતું. તેઓએ વ્યાજ પણ ચડાવ્યું હતું. હવે 12 લાખ રૂપિયા થઈ ગયા હતા. ધીમે ધીમે મારા દીકરા પર હક કરી દીધો હતો. તેઓ કહેતા હતા કે, જ્યાં સુધી મારા રૂપિયા નહીં આપો ત્યાં સુધી આ છોકરો તમને નહીં મળે. પછી મારાથી સહન ન થયું, એટલે મેં મારું મકાન વેચવા કાઢ્યું હતું. એને મને કહ્યું હતું કે, 10 લાખ રૂપિયામાં ગ્રાહક છે. પછી મેં મારા માણસ પાસે સહીં કરાવી દીધી. પછી કહ્યું કે, 10 લાખ નહીં મળે.

જોકે ઉલ્લેખનીય છે કે સમાજના અગ્રણી સંજય ઉઘરેજીયાએ જણાવ્યું હતું કે, અમને એવુ લાગે છે કે, વિપુલને મારીને લટકાવી દેવામાં આવ્યો છે. જો એને આત્મહત્યા કરી હોત તો તેને પગ નીચે પડેલા ન હોત. કૂતરાના બેલ્ટથી એને મારી નાખવામાં આવ્યો છે. એને ત્રાસ આપેલો છે એવુ અમને લાગે છે. છોકરાના પિતાને કેન્સરની બીમારી છે. છોકરાઓ બેથી ત્રણ વર્ષથી અહીં કામ કરતા હતા. આમ આ સાથે આ ઘટનાને પગલે એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, 15 વર્ષના છોકરાએ પંખા વડે ગળે ફાંસો ખાધો છે. મૃતદેહને પોસ્ટરમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ પછી જ વધારે માહિતી બહાર આવશે. FSLની ટીમે પણ તપાસ કરી છે, તેના રિપોર્ટના આધારે આગળની તપાસ કરવામાં આવશે. પરિવારજના આક્ષેપો પણ છે. તમામ બાબતની ન્યાયીક તપાસ થશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *