વડોદરા : જે યુવાન ના અંતિમ સંસ્કાર કર્યા તે યુવાન ત્રણ જ કલાંક મા જીવતો ઘરે આવતા સૌ કોઈ ચોંકી ગયું ! બાદ મા એવી હકીકત જાણવા મળી કે…

જો કોઈ પરિવારના ઘરમાં કોઈપણ સભ્યનું મૃત્યુ થાય તો પરિવારમાં ખુબજ દુઃખનો માહોલ થવા પામતો હોઈ છે અને સમગ્ર પરીવાર રડી રડી ને બે હાલ થઇ જતું હોઈ છે. પણ શું તમે કોઈ દિવસ જોયેલું કે સાંભળેલું કે કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર પછી તે ઘરે પાછો જીવતો જોવા મળી આવે છે. હાલ એક તેવીજ ચોકાવનારી ઘટના સામી આવી રહી છે. આ ઘટના સાંભળી તમને પણ ફિલ્મ જેવું લાગશે પરંતુ આ ઘટના સાચી છે.

આ ઘટનામાં ભાંગી પડેલ પરિવાર સ્મશાનથી જ્યારે ઘરે પહોચ્યા તો તેની થોડી જ વારમાં જેના અંતિમ સંસ્કાર કરાયા હતા તેણે ઘરમાં એન્ટ્રી મારી અને તેને જોઈ સમગ્ર પરિવારની આંખો ફાટી ગઈ હતી. જાણો છો આ ઘટનામાં શું થયું છે તો વાત એવી છે કે ગઈ ૧૬ જુનના દિવસો વડોદરાના દુમાડ ચોકડી પાસે હાઈવે પર છાણી પોલીસને અંદાજે ૪૫ વર્ષીય અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. અને ત્યારબાદ લાશની તસવીરો પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ફરતી કરવામાં આવી હતી અને લાશનાં સગા વ્હાલાની શોધ કરી શકાઈ. તે દરમિયાન વાઘોડીયા સોમેશ્વપુરા ગામમાં રહેતા શનાભાઈએ પોલીસમાં આવીને લાશ પોતાના પુત્ર સંજયની હોવાનું કહ્યું હતું. લાશ જોઈનેજ શનાભાઈ ખુબજ રડવા લાગ્યા હતા. અને ઘરે જયારે મૃતદેહ પહોચે છે ત્યારે તેની પત્ની અને બાળક પણ ખુબજ ભાંગી પડ્યા હતા. અને રડી રડી ને બે હાલ થઇ ગયા હતા.

આ બાદ સબંધીઓ અને પરિવારો મળીને અંતિમ સંસ્કાર કરવામ આવ્યા હતા. ગમગીની અને ઘૂસમુસીનો માહોલ હતો અને તેજ સમયે જેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો તે સંજય હાજર થયો ત્યારે તેને જોઈ બધાજ લોકોની આંખો પહોળી થઇ ગઈ હતી. અને પરિવારમાં હરખ છવાઈ ગયો હતો. આમ પરિવારને જે લાશ આપવામાં આવી હતી તેનો દેખાવ અને તેમના પુત્ર સંજયનો દેખાવ સરખો જોવા મળી રહ્યો હતો. તેમજ તેની ઉમર અને શરીરથી પણ તે સંજય જેવોજ લાગતો હતો. આ બાદ પોલીસે તેની ભૂલ થઇ ગઈ હોવાનું સ્વીકાર્યું હતું. કારણકે પોલીસ પણ તેને ઓળખવામાં અસફળ ગઈ હતી.

આમ હાઈવે નજીક મળી આવેલ લાશ બીજાની હોવાને લીધે સંજય નહિ બલકે અજાણ્યો વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. જો કે સંજયના પિતા પણ તે લાશ જોઈ રડવા લાગ્યા હતા ને પોલીસ સ્ટેશનમાં કહ્યું હતું કે છેલ્લા એક મહિના થી જોયો નોટો તે ટ્રક ચલાવતો અને જ્યાં ત્યાં ઢાબા પર સુઈ જતો. આમ સંજય તેના સગાના ઘરે મળવા ગયો અને સગાએજ તેને ઘરે પરત ફેરવ્યો હતો જે પછી સમગ્ર પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. આમ લાશ

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *