વડોદરા: સાસરીયા મા પત્ની ને મુકવા જતા યુવક ને કાળ આંબી ગયો , છ મહીના પહેલા જ લગ્ન થયા હતા..
હાલ રાજ્યમાં અને દેશમાં ઘણા અકસ્માતો જોવા મળી રહ્યા છે અને અકસ્માતનો આંકડો છેલ્લા અમુક મહિનાથી ખુબજ વધી ગયો છે ગંભીર અકસ્માત થવાને લીધે લોકોનું મૃત્યુ થતું હોઈ છે તેમજ ઘણી વખત કોઈ નાની ભૂલ એ ધ્યાનના અભાવને કારણે આ અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોઈ છે હાલ એક તેવોજ બનાવ વડોદરા શહેરમાંથી સામો આવી રહ્યો છે જેમાં બાઈક પર સવાર યુવક બસ ની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થતા તેનું મુત્યુ નીપજ્યું હતું.
આ ઘટના વડોદરામાં શહેરની અમિતનગર સમા તરફ જવાના માર્ગપર યુવક સાથે બની હતી જ્યા ST બસ ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા યુવક ઘટના સ્થળેજ મૃત્યુ પામ્યો હતો. આ ઘટના બાદ બસનો ડ્રાઈવર અને કંડકટર બંને ત્યાંથી ભાગી ચુક્યા હતા. જયારે અન્ય એક યુવકને ઈજા પહોચતા નજીકની હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયો હતો.
મળેલ માહિતી પ્રમાણે વાઘોડીયાના જરોદ ગામ નજીક ગાંગાડીયા ગામે રહેતા ૨૨ વર્ષીય જીતુભાઈ ચંદુભાઈ ઓડના ૬ મહિના પહેલાજ લગ્ન થયા હતા અને જયારે તે પોતાની પત્ની ને મળવા તેના સાસરીમાં જતો હતો ત્યારે બસ સાથે અકસ્માત થતા તેના વ્હીલ નીચે આવી જતા ઘટના સ્થળેજ તેની કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા એક યુવકને ઈજા પહોચતા તરતજ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માત બાદ ઘટના સ્થળ પર રાહદારીઓનાં ટોળા વળી ચુક્યા હતા, આમ આ પહેલા પણ આ સ્થળ પર ઘણીવાર આવા અકસ્માતો બની ચુક્યા છે જે પછી ત્યાંનાં સ્થાનિક રહીશોએ રોડ પર સ્પીડ બ્રેકર લગાવવા ની માંગ પણ કરી હતી છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી અને કોઈ પણ જાતની વ્યવસ્થા હાથ ધરવામાં આવી નથી.