વડોદરા: બુલેટ સવાર ત્રણ યુવાનોને બોલેરો જીપે અડફેટે લેતા બે મિત્રોનું થયું કરુણ મોત ! જયારે અન્ય…મિત્રનો ફોન આવતાજ…
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતોની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
આ અકસ્માત વડોદરા નજીક વડોદરા-સાવલી રોડ પર આસોજ ગામ પાસે બન્યો હતો. જ્યાં મોડી સાંજ બાઈક સવાર ૩ યુવાનોને પસાર થઈ રહેલ બોલેરો જીપે અડફેટે લેતા ખુબજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે બાદ ૩ યુવાનો પૈકી એકનું તો ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બીજો એકનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોતને ભેટી ગયો હતો. તેમજ ત્રીજો યુવાનની હાલ ખાનગી હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. એક સાથે બે મિત્રોના મોત થતા પરિવારમાં ખુબજ ગમગીની ફેલાઈ ગઈ છે.
મૃત પામનાર દેવ રજનીશભાઈ કહાર (ઉ.વ.૧૭)જે વડોદરાના પાણીગેટ બાવચાડમાં રહેતો હતો. તેમજ આ ઘટનામાં તમ નંદલાલ કહાર (ઉં.વ.17) અને દંતતેશ્વર સાંઇનાથનગરમાં રહેતો કિશન કાળુભાઇ વણઝારા (ઉં.વ.18) મંજુસર GIDCથી બુલેટ ઉપર વડોદરા આવી રહ્યા હતા. દરમિયાન સાવલી તાલુકાના આસોજ ગામના પાટીયા પાસે રોંગ સાઇટ ઉપર સામેથી આવી રહેલી બોલેરો જીપના ચાલકે ત્રણ મિત્રો સવાર બુલેટને અડફેટે લેતા ત્રણ રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાં કિશન વણઝારાનું સ્થળ પર મોત નીપજ્યું હતું.
બી મિત્રોના મૃત્યુ બાદ અન્ય ત્રીજાની વાત કરીએ તો દેવ કહારને બંને પગમાં અને કમરમાં ગંભીર ઇજા પહોંચતા વડોદરાની માંજલપુર ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આમ આ કરુણ ઘટના અંગે ઇજાગ્રસ્ત દેવ કહારના પિતા રજનીશભાઇ કહારે જણાવ્યું હતું કે, હું પાણીગેટ બાવચાવાડ સ્લમ ક્વાટર્સ પાછળ પરિવાર સાથે રહું છું. મારો પુત્ર દેવ ધોરણ-10માં અભ્યાસ કરે છે. ગૌતમ કહાર પણ પાણીગેટ બાવચાવાડ, સ્લમ ક્વાટર્સમાં બ્લોક નંબર-3, રૂમ નંબર-56માં રહે છે. જ્યારે દંતેશ્વર સાંઇનાથ નગરમાં કિશન વણઝારા રહે છે. અને મંજુસર પાસેની કંપનીમાં નોકરી કરે છે. તેની મોટર સાઇકલને પંકચર પડતા તેણે તેના મિત્ર ગૌતમ કહારને મદદ માટે બોલાવ્યો હતો. આથી ગૌતમ કહાર તેના મિત્ર દેવ કહારને લઇ મંજુસર ગયા હતા.
આમ વધુમાં તેઓ જણાવે છે કે દરમિયાન ત્રણેય મિત્રો બુલેટ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા. બુલટે કિશન વણઝારા ચલાવી રહ્યો હતો. આસોજ પાટીયા પાસે સામેથી પુરપાટ રોંગ સાઇટ ઉપર આવી રહેલી બોલેરો જીપના ચાલકે ત્રણ મિત્રો સવાર બુલેટને અડફેટમાં લેતા ત્રણેય મિત્રો રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં કિશન વણઝારા અને ગૌતમ કહારનું મોત નીપજ્યું છે. જ્યારે મારા પુત્ર દેવને બે પગમાં અને માથામાં ગંભીર ઇજા થઇ છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.