વલસાડ: મહિલા LRD જવાને દરિયામાં કૂદી મૌતનો કફન ઓઢી લીધો! કારણ વાંચી તમે ભાવુક….

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક એલઆરડી યુવતીએ એ દરિયામાં ઝંપલાવીને કર્યો આપઘાત. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ આ આપઘાત ની ઘટના વલસાડના તિથલના દરિયામાંથી સામે આવી રહી છે જ્યાં 26 વર્ષની લોક રક્ષક દળ જવાને રવિવારની રાતે દરિયામાં ઝંપલાવીને મોતને વ્હાલુ કર્યુ છે. સોમવારે સવારે દરિયાકાંઠેથી પૂજા પ્રજાપતિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીને આશંકા છે કે, પૂજાનો પરિવાર તેને ગમતા યુવાન સાથે લગ્ન કરાવવા માટે તૈયાર ન હતો. જેના કારણે પૂજાએ આ અંતિમ પગલું ભર્યુ છે.

થયું એવુ કે રવિવારની રાતે, પૂજા પોતાની ડ્યૂટી પતાવીને તિથલના દરિયાકિનારે ગઇ હતી. પૂજા જ્યારે તેના રોજના નિયત સમય સુધીમાં ઘરે ન આવી ત્યારે તેના પરિવારે તેની સાથે સહકર્મીઓને ફોન કરીને પૂછપરછ કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતુ કે, પૂજા તો ઓફિસથી આઠ વાગે જ નીકળી ગઇ છે. તમને જણાવીએ તો એલઆરડી જવાન પૂજા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતી હતી. રાતના દસ વાગ્યા સુધી તે ઘરે ન પોંહચી તો પરિવારે પૂજાની શોધખોળ શરૂ કરી હતી. તેના સહકર્મીઓ પણ તેનો ફોન પર સંપર્ક કરી રહ્યા હતા પરંતુ તેનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ તપાસતા તે તિથલ બ્રિજ તરફ ગઇ હોવાની જાણ થઇ હતી.

આમ પોલીસે તિથલના દરિયાકાંઠે પૂજાની તપાસ શરૂ કરી ત્યારે તેનું ટુ વ્હીલર ત્યાં મળ્યુ હતુ. કલાકો બાદની તપાસની જહેમત બાદ વહેલી સવારે પૂજાનો મૃતદેહ દરિયા કિનારે મળ્યો હતો. પરિવારે પોલીસને જણાવ્યા પ્રમાણે, પૂજાને સંબંધ સાથે સંબંધ હતા. જેથી પૂજાને તેની સાથે લગ્ન કરવા હતા પરંતુ પરિવાર આ બાબતમાં સંમંત ન હતો. આમાં કોઇ કાસ્ટ કે સ્ટેટસની વાત ન હતી પરંતુ પરિવાર આ પ્રેમસંબંધથી ખુશ ન હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.