વલસાડ: આહીર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું ! નામચીન બિલ્ડરે કરી લીધી આત્મહત્યા, કાર સાથે નદીમાં…ૐ શાંત

હાલમાં આત્મહત્યાના કિસ્સા બહુ જોવા મળે છે લોકો નાની વાતો માં પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. હાલમાં તો આવી આત્મહત્યા નું પ્રમાણ મોટા શહેરોમાં એટલું વધતું જોવા મળ્યું છે કે રોજ આવા અનેકો દર્દનાક અને દિલ ને હચમચાવી દેતા કિસ્સા સામે આવતા હોય છે. આજકાલ આવા મોટા શહેર માં તરુણો અને યુવાનો આવું પગલું ભરતા વધારે જોવા મળે છે આવું પગલું ભરવા પાછળનું કારણ પણ ઘણી વાર તો સમાજ ને ખબર પડતી નથી હાલમાં નાના બાળકો પણ આવા દિલને ઝંજોળી નાખે એવા આત્મહત્યા ના કિસ્સા સામે આવતા હોય છે. આજે પણ એક દિલને રડવા પર મજબુર કરતો એક કિસ્સો સામે આવ્યો છે.

આપઘાતનો આ ધ્રુજાવી દેતો કિસ્સો વલસાડ માંથી સામે આવી રહ્યો છે જ્યાં કૈલાસ રોડ પર વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતાં 27 વર્ષીય સાગર રાઘવભાઈ ગુજ્જર (આહિર) વાપીમાં બિલ્ડર છે. વાપીમાં તેમણે સફળ પ્રોજેક્ટ કર્યા છે. દરમિયાન શનિવારે સાંજે તેઓ જીપ ગ્રાન્ડ કાર (નં. જીજે 15 સીએન 1011) લઈને વલસાડના અતુલ નજીકથી વહેતી પાર નદી પાસે જૂનાં પુલ પાસે પહોંચ્યા હતાં. આ પુલ બંધ હાલતમાં હોવાથી કિનારા પર બેરીકેટ લગાવેલા હતા. તો પણ બિલ્ડર સાગરે આ બેરીકેટ તોડી અને કારને નદીના જુના પુલ પર પુરપાટ ઝડપે દોડાવી અને ત્યારબાદ કાર સાથે નદીમાં ખાબક્યો હતો.

તેમજ જ્યારે આ બનાવ બન્યો ત્યારે નદી કિનારે સ્થાનિક લોકો પણ બેઠેલા હતા. આમ જ્યારે કાર નદીમાં ખાબકી હતી તે બાદ તરતજ હોડીની મદદથી નદીમાં ખાબકેલી કાર સુધી પહોંચ્યા હતા. આ ઉપરાંત યુવકને બચાવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ યુવક કારમાં ફસાઈ ગયો હોવાથી તરવૈયાઓએ તેને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરી હતી અને અંતે સાગરનું પાણીમાં ડૂબી જવાથી નીપજ્યું હતું. કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. જે તમે ઉપર મુજબની તસવીરોમાં જોઈ શકો છો. આ બનાવની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.

બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહનો કબજો લીધો હતો. મૃતક સાગરના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. પરિવારમાં પણ કોઈની સાથે ઝઘડો નહોતો તેમજ આર્થિક રીતે પણ મજબૂત હતો અને બિલ્ડર લોબીમા સફળ હોવાથી આપઘાત કર્યો હોવાની વાત માનવામાં આવતી નથી.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *