વલસાડ: નદીની પાળીએ બેઠેલા મિત્રોને શું ખબર હતી કે એક નાની એવું ભૂલ મૌતનું કારણ બનશે ! એક મિત્ર ડૂબ્યો તો તેને બચાવામાં જ બીજો મિત્ર પણ….

મિત્રો આ દુનિયામાં ક્યાંરે અને કોઈ સાથે કેવી ઘટના બની જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી ઘણી વખત કોઈ અકસ્માત, કે કોઈ હત્યામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે. તો વળી હાલમાં એક તેવીજ દુખદ મોતની ઘટના સામે અવી રહી છે. જેમાં નદીમાં 6 વિદ્યાર્થીઓ ન્હાવા ગયા, અચાનક એકનો પગ લપસતા ડૂબવા લાગ્યો, બચાવવા જતા અન્ય બે વિદ્યાર્થીઓ પણ ડુબવા લાગ્યા અને પછી. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો મોતની આ ધ્રુજાવી દેતી ઘટના વલસાડ નજીક પાર નદીમાંથી સામે આવી રહ્યો છે જ્યાં વલસાડની ઇજનેરી અને ડીગ્રી કોલેજમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓ અતુલ નજીક પાર નદીના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમવા ગયા હતા. જે બાદ આ વિદ્યાર્થીઓ પાર નદીમાં ન્હાવા ગ્યા હતા. તે દરમિયાન નદી ઉપરના બોરી બંધ ઉપર પાણીમાં પગ બોળી બેઠા હતા. તેમજ આ વિદ્યાર્થીઓ માંથી અચાનકજ એકનો પગ સ્લીપ જતા નદીના પાણીમાં પડ્યો હતો.આમ જે બાદ જેને બચાવવા અન્ય 2 વિદ્યાર્થીઓ પણ પડી ગયા હતા. જેને લઈ નદી કિનારે ઉભેલા 3 વિદ્યાર્થીઓ બચાવવા દોડ્યા હતા. આજુબાજુના સ્થાનિક લોકોની મદદ માંગી હતી.

આમ જે બાદ ચંદ્રપુરના તરવૈયાઓએ તરતજ નદીમાં ડૂબેલા વિદ્યાર્થીઓની બચાવવ માટે દોડી આવ્યા હતા અને નદીમાં કુદી પડ્યા હતા. આમ આઅકસ્માતના પગલે ચંદ્રપુરના તરવૈયાઓને 2 વિદ્યાર્થીઓની લાશ મળી હતી. જેથી ઘટનાની જાણ રૂરલ પોલીસની ટીમને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડૂબેલા વિદ્યાર્થીઓની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

હાલ છેલ્લા ઘણા સમયથી લોકોનું નદીમાં, તળાવમાં અને કુવામાં ડૂબી જવાથી મૃત્યુ થતું હોઈ છે તેવી ઘટનાઓ ખુબજ વધી રહી છે. આ ઘટનાની પાચલ વ્યક્તિના ધ્યાનનો અભાવ અને ક્યાંતો કોઈ બેદરકારી એમ વગેરે કારણ જવાબદાર હોઈ છે. તેવીજ રીતે આ ઘટના પણ બની છે તેવું જોવા મળી રહ્યું છે. આ કિસ્સો માતા પિતાને ખુબજ ચેતવણી રૂપ કિસ્સો છે જેથી તમે પણ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને પોતે અને પોતાના બાળકનો જીવ જોખમમાં નો મુકાય

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *