વરરાજાની જાનની આડે આવ્યા વનરાજા ! જુઓ સાવરકુંડલા નો દીલ ધડક વિડીઓ…જુઓ વિડીઓ
મિત્રો તમે સોશિયલ મીડીયા પર અવાર નવાર ઘણાં એવા વિડિઓ જોતા હોવ છો જે વિડિઓમાં અચાનકજ સિંહ આવી પડતો હોઈ છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોઈ. ચારેય બાજુ વિકાસ થવાના લીધે જંગલોનું પ્રમાણ હવે ઓછું થવા લાગ્યુ છે અને તેના કારણે જંગલમાં રહેતા પ્રાણીઓ ઘણી વખત શહેરી વિસ્તારમા આવી પહોંચતા હોઈ છે ક્યાં તો પછી શિકારની શોધમાં જંગલમાંથી થોડા દૂર બીજા વિસ્તારમાં જતા જોવા મળતા હોઈ છે.
તેવીજ રીતે હાલ એક સિંહનોં વિડિઓ સોશિયલ મીડીયા ઉપર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં થયું એવુ કે.. આવો તમને વિગટે આ વિડિઓ વિશે જણાવીએ. તમને જણાવીએ તો આ વિડિઓ સાવરકુંડલાના મેવાસાથી વડાળ ગામમાંથી સામે આવી રહ્યો છે જ્યાં ગામ વચ્ચે એક જાન જઈ રહી હતી, ત્યારે અચાનક જંગલનો રાજા સિંહ આડે આવી ગયો હતો. વરરાજા અને પાછળ બે ઘોડા સાથે નીકળેલી જાનની આગળથી સિંહે રસ્તો ક્રોસ કર્યો હતો.
જોકે, નવાઈની વાત તો એ છે કે, સિંહ શાંતિથી પસાર થઈ ગયો હતો, તો બીજી તરફ વરરાજાની જાને પણ શાંતિથી સિંહ પસાર થાય તેના માટે જાન રોકી હતી. આમ, આ દ્રષ્ય અદભૂત હતું. જેને જાનમાં સામેલ જાનૈયાએ પોતાના મોબાઈલમાં કેદ કર્યુ હતું. તમને ખ્યાલજ હશે કે ગીરના સાવજોના અનેક વીડિયો વાયરલ થતા રહે છે.
જેમા કેટલાક વીડિયો હેરત પમાડે તેવા હોય છે. જોકે, લોકોને ગીરના જંગલના સાવજોના વીડિયો જોવા વધુ ગમે છે. ત્યારે પ્રાણીપ્રેમીઓ માટે વધુ એક આ વિડિઓ સામે આવી રહ્યો છે. વિડિઓમાં તમને જોવા મળશે કે જંગલના રાજા સિંહે વરરાજાની ફોર વ્હીલ કારની આગળથી પસાર થઈ રહ્યો છે અને જાનૈયાઓ જોતાજ રહી ગયા હાલ આ વિડિઓને લોકો ખુબજ પસંદ કરી રહ્યાં છે.
સાવરકુંડલામાં જંગલમાં વરરાજાની જાન વચ્ચે સિંહે રસ્તો કર્યો ક્રોસ, વાયરલ થયો વીડિયો #Viral #Gujarat #Trending pic.twitter.com/oRf6s4hJ5d
— Zee 24 Kalak (@Zee24Kalak) January 20, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.