ગુજરાત ના આ ગામ મા વનરાજે ધામા નાખ્યા! દરગાહ ની અંદર આવ્યા…જુઓ વિડીઓ

તમે ઘણી વખત એવા વિડીઓ જોતા હશો કે વાતો સાંભળતા હશો કે કોઈ ગામમાં સિંહ, દીપડો, વાઘ જેવા ખૂંખાર માંસાહારી વન્યપ્રાણીઓ દોડી આવતા હોઈ છે જેનાલીધે સમગ્ર ગામમાં ખોફ નો માહોલ છવાઈ જતો હોઈ છે તેમજ ગામના લોકોનો જીવ તાળવે ચોટી જતો હોઈ છે. હાલ એક તેવોજ કિસ્સાનો વિડીઓ સામે આવી રહ્યો છે. જેમાં એક સિંહ ગામમાં આવી ચડ્યો અને ગામના લોકો નો જીવ તાળવે ચોટી ગયો હતો. આવો તમને આ ઘટના વિષે રૂબરૂ કરાવ્યે.

વાત કરીએ તો અવાર-નવાર સિંહ દ્વારા કરવામાં આવતા હુમલાની ઘટના સામે છે. ત્યારે હાલમાં જ તલાલા તાલુકાના એક ગામની શેરીમાં સિંહ લટાર મારતા જોવા મળ્યો હતો. જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. વિડિઓ જોઈ તમે પણ ચોકી જશો. વિડિઓમાઁ તમે જોઈ શકો છો કે જ્યાં શેરીમાં અચાનક મુલાકાતે સિંહ આવી ગયો હતો. અને તે સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો . જો કે દ્શ્યોમાં જંગલનો રાજા એક માત્ર દેખાય રહ્યો છે. માત્ર સિંહ એક જ શેરીમાં આંટા મારી રહ્યો છે. જાણે કે કોઇ શિકાર શોધી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે.

વાત કરીએ તો ગીર જંગલના વન્યપ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં સહેલાયથી શિકાર મળી રહેતો હોવાથી અવાર નવાર ગામની સીમ વિસ્તારમાં ધુસી આવતા હોય છે. તેમજ ગામના પાદર સુધી પહોચી અને મુંગા પશુઓના મારણ કરી સીમ વાડી વિસ્તારમાં ચાલ્યા જતાં હોય છે.

ત્યારે હાલમાંજ રાત્રે સામતેર ગામની સીમ વાડી વિસ્તારમાં એક સિંહણ આવી ચઢતા રેઢીયાર ગાય પર હુમલો કરી મારણ કર્યુ હતું. તે પહેલા સામતેર નજીક આવેલ કાણકબરડા ગામમાં સિંહે ગાયનું મારણ કર્યુ હતું. આમ આ વિસ્તારમાં વન્યપ્રાણીએ રહેણાંક બનાવી લીધુ હોય તેમ અવાર નવાર પશુઓ પર હુમલાની ઘટના જોવા મળી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *