ભગવાન નો ચમત્કાર કે ડોક્ટર ની મહેનત…800 ગ્રામ વજન ધરાવતા બાળક નો આવી રીતે જીવ બચ્યો…
ભગવાન ના આશીર્વાદ કે પછી ડોકટર ની મહેનત વાપી જિલ્લામાં એક ચમત્કારી કિસ્સો સામે આવીયો છે. જેમાં એક બાળકી નો જન્મ થતા જ તેનો ચમત્કારી બચાવ થયો છે. વાપી ની એક મહિલા ના લગ્ન ના 10 વર્ષ પછી તે ગર્ભવતી થય હતી. મહિલા ને હાયપરટેન્શન અને ડાયાબીટીશ ની બીમારી હતી છતાં તેણે તેની પુત્રી ને જન્મ અપિયો હતો. બાળકી નો જન્મ ખુબ જ પ્રાથમિક તબક્કા માં થયો હતો.
બાળકી નો જન્મ 26-અઠવાડિયા અને 3-દિવસ માં થયો હતો. તેના જન્મ સમયે વજન માત્ર 800-ગ્રામ જ હતું. જેના કારણે તે જીવિત રહે તેની આશા ખુબ જ ઓછી હતી. તેના જન્મ બાદ તેના ફેફસા નબળા લાગતા ડોક્ટરો દ્વારા તેને વેન્ટિલેટર સપોર્ટ પર મુકવામાં આવી હતી. બાદ માં ધીરે ધીરે તેની હાલત માં સુધારો થવા લાગ્યો હતો. અને ડોક્ટરો દ્વારા બાળકી ને હાયફલો ઓક્સિજન મશીન પર દૂધ છોડવામાં આવ્યુ હતું.
વાપીં ના ડોક્ટરો દ્વારા ઓક્સિજન પર નિર્ભરતા અને રેટિનોપેથી ઓફ થેરાપી વિકસાવવામાં આવી હતી જે પ્રીમેચીયોર બાળક માટે અત્યંત લાભદાયી સાબિત થય હતી. આ માટે 21 ફર્સ્ટ હોસ્પિટલ દ્વારા તેની ટીમ જેમાં ડૉ.વૈભવ નાડકર્ણી, ડૉ.સુનિલ પટેલ, ડૉ.આશિષ ગામીત નો આભાર વ્યક્ત કરીયો હતો. અને બાળકી ને શુભેરછા આપીને રજા આપવામાં આવી હતી.