વરુણ ધવન અને નતાશાનું ઘર અંદર થી કંઇક દેખાય છે આવુ ! જુઓ આ ખાસ તસ્વીરો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા અને પ્રખ્યાત એવા રમૂજી બોલિવૂડ એક્ટર વરુણ ધવને તેના કોલેજ સનયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે તેઓ 24 જાન્યુઆરી 2021ના રોજ લગ્ન સંબંધમાં બંધાયેલા છે..આ અંગેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામી હતી.. .પરંતુ તસ્વીર માણતા પહેલા આ બન્નેના પ્રેમની થોડીક વાત જાણી લઈએ.

બાળપણના પ્રેમ થી લગ્ન સુધીની સફર:-વરુણ ધવન અને નતાશા દલાલ એ બંને એક બીજાને બાળપણના સમયથી ઓળખે છે અને આમ જોઈએ તો એ બંને બાળપણના સમયથી એક બીજાના સંપર્કમાં રહ્યા છે. બંનેએ એક જ શાળામાંથી અભ્યાસ પૂરો કર્યો અને ત્યારબાદ બંનેએ 12 ધોરણ પછી ડેટ કરવાનું શરૂ કર્યું હતું.12 માં ધોરણના અભ્યાસ બાદ વરુણે નતાશાને પ્રપોઝ કર્યું પરંતુ નતાશાએ આ પ્રસ્તાવને સ્વીકારવાની ચોખ્ખી મનાઈ કરી દીધી.. પરંતુ વરૂણના પ્રયત્નો ચાલુ જ રહ્યા અને ઘણા Rejection પછી, નતાશાએ આખરે વરુણ ધવનના Proposal ને Accept કરી લીધું છે અને આટલા વર્ષોના પ્રેમ બાદ હવે તેઓ આખરે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે.

કપલના લગ્નની કેટલીક ઝલક:-લગ્ન બાદ વરુણ ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના અમુક ફોટા શેર કર્યા છે..જેમાં વરુણ અને નતાશા મંડપમાં બેઠા છે,જેમાં વરૂણ ક્રીમ રંગની શેરવાનીમાં.ખૂબ જ Actractive લાગી રહ્યો અને નતાશાએ પણ એ જ રંગનો લેંઘો પહેર્યો હોવાથી તેણી એ આઉટફિટમાં ખૂબ જ Beautiful લાગી રહી છે. બીજા ફોટામાં વરુણ-નતાશાનો હાથ પકડીને લગ્નના સાત ફેરા લઈ જીવનની કળભુત ક્ષણોને માણી રહેતો દેખાય છે આ તસવીરો શેર કરતા વરૂણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘જીંદગીભરનો પ્રેમ હવે Official બની ચૂક્યો છે.’

હનીમૂન પ્લાન સ્થગિત:- એક રિપોર્ટ અનુસાર, આ કપલના લગ્ન પછી હનીમૂન પર જવાનો નિર્ણય એમણે હાલ પૂરતો આવનારી એક ફિલ્મ”જુગ જુગ જિયો’ના થોડાક બાકી રહેલા શૂટિંગને કારણે બંધ રાખ્યો છે. લગ્નના ત્રણ દિવસ બાદ જ વરુણે ફિલ્મનું શૂટિંગ Start કરી દીધું હતું અને તે હાલમાં જ આ અંગેની એક મીટિંગમાં જતો જોવા મળ્યો હતો. હાલ એવું અનુમાન લગાડવા આવ્યું છે કે આ તમામ કામ પૂર્ણ કર્યા આ કપલ હનીમૂન વેકેશન માટે તુર્કી જવાના છે.

આલીશાન ઘરની સફર:-લગ્નની પા પા પગલી મંડાયા બાદ આ કપલ હવે તેમના ઘર તરફ ફર્યા છે ત્યારે વરુણ ધવનના ઘરની અંદરની ઝલક બતાવીએ તો હકીકતમાં વર્ષ 2017માં વરુણ ધવને મુંબઈમાં એક ખૂબ જ આલીશાન ઘર ખરીદ્યું હતું. એ સમયગાળામાં હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરે તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું હતું કે “મને વરુણ ધવનના તેના નવા ઘરની ખૂબ જ અદભૂત ટૂર મળી. તેને મેં બાળપણથી જ જોયો છે, જ્યારે તેના પિતા ડેવિડ ધવન તેને સ્કૂટર પર લઈ જતા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

એ સમયમાં કરેલી એ સખત મહેનત હવે સફળ સાબિત થઈ છે. વરુણની માતા લાલી ધવને ઘરની આંતરિક સજાવટ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરી છે. હવે આ વીડિયો દ્વારા લોકો હવે વરુણ ધવનનું ઘર જોઈ શકશે.”વરુણ-નતાશાના લગ્ન બાદ આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.અહીં તમેં આ એક્ટરના ઘરના ગેસ્ટ રૂમથી લઈને બેડરૂમ સુધીના બધા જ ભાગ માણી શકો છો..જોકે હાલમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે આ કપલ લગ્ન પછી આ જ ઘરમાં શિફ્ટ થઈ ગયા છે.

જોકે વરૂણના લગ્નની તસ્વીર અને એના ઘરની આ અદભૂત સફર વિશે તમારૂં શુ માનવું છે એ જરૂર જણાવશો..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *