જો Whatsappની આ લીંકને ક્લિક કરશો તો બની જશો હેકર્સની છેતરપીંડીનો ભોગ…વાંચો આખી વિગત…

આજના ફાસ્ટ ફોરવર્ડ ટેકનોલોજીના યુગમાં જ્યારે સોશિયલ મીડિયાના સાધનોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આવા સાધનો લોકો રોજબરોજના જીવનમાં તેનો ઉપયોગ કરતા જણાય છે…જ્યારે કેટલીક મહત્વની બાબતો આવા સાધનોમાં સમાવિષ્ટ હોય ત્યારે તેની સિક્યુરિટી અંગે ખ્યાલ રાખવો ખૂબ મહત્વનું બની જાય છે ત્યારે આવા માધ્યમનો કેટલાંક લોકો જેને હેકર્સ કે ઠગો કહીયે છઈએ એવાં લોકો આ માધ્યમનો ગેરફાયદો ઉઠાવી તેનો સમગ્ર ડેટા કે પૈસા જપ્ત કરી લે છે..અને તેનો મિસયુઝ કરે છે જેને એક પ્રકારનો ગુનો કહીં શકાય જેને આ ડિજિટલ દુનિયામાં સાયબર ક્રાઇમ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આવી જ એક બાબતનો આવા માધ્યમ દ્વારા લોકો સાથે છેતરપિંડી થાય છે જે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ છે તે છે Whatsapp… તો ચાલો જાણીએ આ whatsapp માં થતી છેતરપિંડી અંગે…

આજકાલના સમયમાં Whatsappના નામે સૌથી વધુ છેતરપીંડી થતી જોવા મળે છે.જેમાં આજકાલ એક નવો જ ચિતાર સામે જોવા મળ્યો છે જેમાં આ હેકર્સ લોકો WhatsApp સપોર્ટ ટિમના નામે યુઝર્સને મેસેજ કરી રહ્યા છે.અને સાથે સાથે જાણવા જેવી બાબત એ છે કે આ હેકર્સની હોશિયારી એવી છે કે તેઓ આમાં વેરિફાઈડ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે આથી લોકોને એવો ભ્રમ પેદા થાય કે Whatsappp કંપનીએ જ તેમનો સંપર્ક કર્યો છે અને તેઓ યુઝર્સને એની માહિતી આપી રહ્યા છે.પરંતુ આ કાર્યમાં આ હેકર્સ લોકોએ તેમાં એક વેબ લિંક મૂકી છે જેના પર ક્લિક કર્યા બાદ યુઝર્સની અંગત માહિતી મંગાવવા માટે એક ફોર્મ ઓપન થાય છે જેના પર જો યુઝર્સ આ અંગેની માહિતી આપી દે તો તેની સમગ્ર માહિતી વર્ચ્યુઅલ રીતે લીક થઈ જાય છે .

ખરેખરમાં આ હેકર્સ WhatsApp બિઝનેસ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. અને WhatsApp એ પાછું તેમનું વેરિફિકેશન પણ કર્યું છે. એટલે જ્યારે તે હેકર્સ યુઝરને મેસેજ કરે એટલે એમને ખરેખર એવું લાગે કે Whatsapp કંપની એ જ એમનો સંપર્ક કર્યો છે પરંતુ આ બાબતમાં હકીકત તો એ છે કે WhatsApp ક્યારેય કોઈ યુઝર્સને મેસેજ કરતું નથી અને જ્યારે પણ તે કોઈ નવા ફીચર અંગે મેસેજ કરે છે ત્યારે તે કોઈ દિવસ વ્યક્તિગત માહિતી માટે પૂછપરછ કરતું નથી..

જોકે આ અંગે જાહેર જનતાને એજ ભલામણ છે કે જો આવા કોઈ મેસેજ તમને જોવા મળે તો એ ને જોશો નહિ તેને તરત જ ડિલિટ કરી દેજો નહિતર તમારી સાથે બહુ મોટી છેતડપીંડી થઈ શકે છે…અને આ બધા કામ માત્ર ગણતરીની મિનિટોમાં જ થાય છે એટલે ખૂબ જ સાવચેત રહીને આ બધી બાબતોનો ખ્યાલ રાખશો એવી નમ્ર અપીલ છે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.