ગુજરાતના આ-આ જિલ્લાઓમાં નોંધાયો ખુબ ભારે વરસાદ, તેમજ હવામાન વિભાગે જણાવ્યું કે આગામી ૫ દિવસોમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી…

છેલ્લા ઘણા દિવસો થી ગુજરાતમાં ઘણા જીલ્લાઓમાં સતત છુટ્ટો છવાયો વરસાદ ચાલી રહ્યો છે. આ વર્ષે જોઈએ તો ચોમાસું તેના સમય પહેલાજ આગમન થઇ ચુક્યું છે અને ખુબજ મેહ વરસાવી રહ્યું છે. તેવામાં  હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે, તેમજ આજના દિવસે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ખુબજ વરસાદ જોવા મળી રહ્યો છે. તમને જણાવીએ કે આણંદ જીલ્લામાં ગુરુવારની રાત્રે વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે.

આમ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત માં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આમ આજના દિવસની વાત કરીએ તો સવારના ૬ વગ્યા થી લઇ બપોરના ૫ વાગ્યા સુધી રાજ્યમાં ૯૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઓલપાડ તાલુકામાં નોંધાયો છે. અહીં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તાપીના ડોલવણમાં ત્રણ ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે.  વલસાડ જિલ્લાના પારડીમાં બે ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે. તેમજ આણંદ જીલ્લાની વાત કરીએ તો ત્યાં બોરસદમાં રાત્રે છ કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

સાંબેલાધાર વરસાદથી શહેર આખું પાણી પાણી થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે. શહેરના તમામ રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા છે. અને લોકો ખુબજ મુશ્કેલીમાં મુકાયા છે. જેના પગલે લોકો એ રાત્રીનો ઉજાગરો કરવો પડ્યો હતો. આમ પહેલા જ વરસાદમાં શહેરના રસ્તાઓ પણ પાણી ભરાતા શહેરમાં પ્રી-મોન્સૂનની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે.

અધિકૃત આંકડા પ્રમાણે બોરસદમાં માત્ર આઠ કલાકમાં કલાકમાં 11.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. આણંદ જિલ્લાના અન્ય તાલુકામાં પડેલા વરસાદની વાત કરીએ તો આંકલાવમાં 3.1 ઈંચ, સોજીત્રામાં 2.6 ઈંચ, તારાપુર અને પેટલાદમાં 1.7 ઈંચ, આણંદ અને ખંભાતમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના કામરેજમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ સાત ઇંચ આસપાસ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના આઠ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 27 તાલુકા એવા છે જ્યાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હોય તેવા તાલુકાની સંખ્યા 53 છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.