અમદાવાદમાં હાઇવે પર બન્યું ગોઝારું અકસ્માત… ઓડી ચાલકે બાઇકસવારને કચડ્યો, થયું ઘટના સ્થળેજ મોત…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના અમદાવાદ માંથી સામે આવી રહી છે જ્યા ગુરુવારે મોડી રાત્રે ચીમનભાઈ બ્રિજ પરથી ઘરે જવા માટે પસાર થતો હતો ત્યારે બ્રિજના ડિવાઈડરને અથડાતાં સામેથી આવતી ઓડી કાર નીચે કચડાયો હતો. ઓડી કારના ચાલકે યુવકને બ્રિજથી કલેક્ટર કચેરી સુધી ઘસડતાં તે મોતને ભેટ્યો હતો. અકસ્માત બાદ કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં એલ ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ શરૂ કરી હતી.

ઘટનાની વાત કરીએ તો ગુરુવારે મોડી રાત્રે થયેલો આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ચાલક બાઈકચાલક યુવકને 100 મીટર સુધી ઘસડી ગયો હતો. ગાડી નીચે આવી ગયો હોવાની જાણ થતાં પણ કારચાલકે ગાડી ઊભી રાખી નહોતી. 100 મીટર દૂર ગાડી ઊભી રાખી નાસી ગયો હતો. કાર નીચે ઘસડાયેલા યુવકના શરીરના ફુરચેફુરચા ઊડી ગયા હતા. અકસ્માત કર્યા બાદ ડ્રાઈવર માલિકને લેવા એરપોર્ટ લેવા ગયો હતો. કારના માલિક કાર રોહન શાહે ડ્રાઈવરને કહ્યું કે કારને નુકસાન કઈ રીતે થયું તો જવાબ મળ્યો કે કાર વચ્ચે કૂતરું આવી ગયું હતું. ત્યાર બાદ કાર એરપોર્ટ પાસે બંધ થઈ ગઈ, એટલે ડ્રાઈવર અને મલિક રિક્ષામાં પરત આવ્યા હતા. આ વાત પોલીસને જાણવા મળતાં તેણે આ થિયરી કેટલી સાચી છે એ જાણવા માટે આખા રસ્તા પર CCTV ચેક કરવાનું શરૂ કર્યું છે.

આમ ઝુંડાલ પાસેના કલ્પતરુ પાર્કમાં યશ ગાયકવાડ તેનાં માતા-પિતા અને નાના ભાઈ સાથે રહેતો હતો. યશ જુહાપુરા સર્કલ પાસે આવેલી વિશાલા હોટલમાં કેશિયર તરીકે નોકરી કરતો હતો અને બપોરે એક વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીનો તેનો નોકરીનો સમય હતો. ગત મોડી રાત્રે જ્યારે યશ નોકરીથી છૂટીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે સાબરમતી ચીમનભાઈબ્રિજ પર સુભાષબ્રિજ તરફથી સો ફૂટ જેટલો બ્રિજ ચડ્યો ત્યારે અચાનક જ ડિવાઈડર સાથે કોઈ કારણસર અથડાઈ અને સામેના ભાગે પડ્યો હતો. ત્યારે સામેથી આવતી ઓડી કાર સાથે અથડાતાં કાર નીચે કચડાઈ ગયો હતો.

ઘટનામાં બાઈકચાલક યુવક ઓડી કારની નીચે આવી ગયો હોવાની કારચાલકને જાણ થઇ હોવા છતાં પણ તેણે ગાડી ઊભી રાખી નહોતી અને તેને બ્રિજથી આરટીઓ સર્કલથી કલેકટર ઓફિસથી આગળ ઘનશ્યામ સોસાયટી સુધી ઘસડીને લઈ ગયો હતો. ઘનશ્યામ સોસાયટી પાસે જ ગાડી ચાલકે ગાડી ઊભી રાખી દીધી હતી. ત્યાર બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ત્યાં ભેગાં થઇ ગયાં હતાં અને સ્થાનિક વ્યક્તિએ તેના મિત્રોને જાણ કરી હતી. મિત્રએ યશના પિતા મનહરભાઈને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *