ખુબ દુખદ ઘટના ! માત્ર ચાર માસ ની બાળકી બની કુતરા નો શિકાર , કરુણ મોત નીપજ્યું…

જેમ તમે જાણોજ છો કે વ્યક્તિ પર જીવલેણ હુમલો કંઈકરે અને કેવી રીતે થતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ કોઈ ગંભીર અકસ્માત કે ભૂલને લીધે પણ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાતો હોઈ ચાર તેવાંમાં હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામી આવી રહી છે જરમાં 4 માસની નાની માસુમ બાળકીનું મોત થયું છે. બાળકીને રખડતો કૂતરો તેના મો માઁ લઇ ઘરમાંથી જઈ રહ્યો હતો. તે દરમિયાન બાળકીને માથાના ભાગે ઇજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આવો તમને સમગ્ર ઘટના જણાવીએ.

આ ઘટના ભાવનગર શહેરના ચિત્રા મહાલક્ષ્મી સોસાયટીમાંથી સામી આવી રહી છે. જ્યાં એક ઘરમાં ઘોડિયામાં સુઈ રહેલી એક 4 માસની બાળકીને રખડતું કુતરું મોઢામાં લઈ ભાગ્યું હતું પરંતુ ઘરમાં હાજર મહિલાએ જોઈ લેતે બાળકીને કુતરા પાસેથી મુકાવી બાઈક પર હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ચિત્રા મહાલક્ષ્મી સોસાયટી નં. 2માં રહેતા હિંમતભાઈ વાલજીભાઈ ભાલિયાનો પરિવાર રહે છે.

બનાવ અંગેની વાત કરીએ તો આજે સવારે પરિવારના સૌ કોઈ સભ્યો નિત્યક્રમ પ્રમાણે પોતપાતાના કામે ગયા હતા અને સવારે 10 વાગ્યાના અરસામાં હિંમતભાઈની 4 મહિનાની દિકરી કાવ્યા ઘોડિયામાં સુઈ રહી હતી. જ્યારે ઘરમાં હિંમતભાઈના પત્નિ હાજર હતા જેઓ ઘરની પાછળ કપડા ધોઈ રહ્યાં હતા જ્યારે તેમના ભાભી ઘરે હતા અને શેરી સુધી બાળકોને સ્કુલ બસ સુધી મુકવા ગયા હતા. આ અરસામાં એક રખડતા કુતરાએ હિંમતભાઈના ઘરમાં આવી 4 મહિનાની બાળકી કાવ્યાને માથાના ભાગેથી મોં વડે ઉપાડી જતો હતો ત્યાં તેમના ભાભીએ જોઈ લેતા તેમણે બુમાબુમ કરી બાળકીને છોડાવી હતી. કુતરાના દાંત વાગવાથી બાળકીને ઈજાઓ પહોંચી હતી.

આ અંગે પાડોશીઓને જાણ થતાં પાડોશમાં રહેતા લોકોએ તાત્કાલિક બાઈક પર બાળકી કાવ્યાને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને 12.05 કલાકના અરસામાં મૃત જાહેર કરી હતી. હિંમતભાઈને સંતાનમાં જેનીલ નામનો એક દિકરો છે. જે બાદ ગત તા. 13/03/2022ના રોજ તેમના ઘરે દિકરી કાવ્યાનો જન્મ થયો હતો. બાળકીના મૃત્યુ બાદ સમગ્ર પરિવાર ખુબજ દુઃખમાઁ આવી ગયું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *