બૉલીવુડના દિગ્ગજ ફિલ્મમેકર ઈસ્માઈલ શ્રોફ નું 62 વર્ષની ઉંમરે થયું દુઃખદ નિધન! ઘણાં સમયથી સ્વાસ્થયની આ….
હાલ છેલ્લા ઘણા સમય થી બૉલીવુડમાં ઘણા મોટા મોટા સિતારાનું દુઃખદ નિધન જોવા મળ્યું છે. તેવાંમાં હાલ બોલિવૂડના જાણીતા નિર્દેશક ઈસ્માઈલ શ્રોફનું નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 62 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પોતાના કરિયરમાં તેમણે ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું, પરંતુ તેમને સૌથી વધુ પ્રસિદ્ધિ 80ના દાયકામાં બનેલી ફિલ્મ ‘થોક સી બેવફાઈ’થી મળી. આ ફિલ્મ તેના ભાઈ મોઇનુદ્દીને લખી હતી. ઈસ્માઈલને શરૂઆતથી જ ફિલ્મોનો શોખ હતો.
ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો હતો. આ પછી તે ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માટે મુંબઈ આવી ગયો. તેમની કારકિર્દીની શરૂઆતમાં, તેમણે સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું. તેણે સાધુ ઔર શૈતાન ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેમજ ઈટાઇમ્સઅનુસાર, ગીતકાર સમીરનો સંપર્ક કરતાં તેમણે કહ્યું, ઈસ્માઈલ વર્ષોથી ઘણાં પ્રકારની સ્વાસ્થ્ય બીમારીઓથી પીડિત હતાં. આ દરમિયાન, ફિલ્મ નિર્માતા સુનીલ દર્શને કહ્યું, તેમના નિધન વિશે જાણીને દુઃખ થયું. પદ્મિની કોલ્હાપુરે પણ ઈસ્માઈલ શ્રોફની સાથે ‘થોડી સી બેવફાઈ’ અને ‘આહિસ્તા આહિસ્તા’માં કામ કર્યુ હતું. ઈસ્માઈલનાં નિધન પર તેમણે પ્રતિક્રિયા આપી છે.
આ સાથે પદ્મિની કોલ્હાપુરેએ કહ્યુ, “અહિસ્તા અહિસ્તા મારા દિલની ખૂબ જ નજીક છે. તે પોતાના વ્યવહારમાં સખ્ત લાગી રહ્યા હતાં પરંતુ તેમનો ચહેરો હંમેશા હસતો રહેતો હતો. તે જે ઇચ્છે છે તેના વિશે તે પૂરતો આત્મવિશ્વાસ ધરાવતા હતાં અને તેને પૂરુ કરતાં. અભિનેતા-ડિરેક્ટરના રુપમાં અમારી ખૂબ જ સારી બનતી હતી. તે ખૂબ જ સંવેદનશીલ ડિરેક્ટર હતાં. આ ખૂબ જ મોટું નુકસાન છે. તેમણે ઈન્ડસ્ટ્રીમાં તેમની ઘણી ઉંડી છાપ છોડી છે.”
ભીમ સિંહના સહાયક બન્યાના થોડા સમય પછી, તેમણે ‘થોડી સી બેવફાઈ’ સાથે દિગ્દર્શક તરીકે પ્રથમ સફળતા હાંસલ કરી. આ ફિલ્મથી તે લોકોમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો. આ સિવાય તેણે આહિસ્તા આહિસ્તા, બુલંદી અને સુરૈયા જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તેમની ફિલ્મી કારકિર્દીમાં તેમણે કુલ 15 ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘થોડા તુમ બદલો થોડા હમ’ તેમના નિર્દેશનમાં બનેલી છેલ્લી રિલીઝ ફિલ્મ હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.