ક્યા બાત હૈ! 66 વર્ષે લગ્ન કરેલા અરુણલાલની એમના પત્ની સાથેની રોમેન્ટિક તસવીરો થઈ વાયરલ..જોઈને તમે પણ દંગ રહી જશો
પ્રેમ અને લગ્નની કોઈ ઉંમર હોતી નથી.આ વાત 66 વર્ષના ભારતના પૂર્વ ઓપનર અરુણલાલે આ ઉંમરે બીજા લગ્ન કરી સાબીત કરી બતાવ્યું છે.ગયા સપ્તાહે તેની આ ખબર લોકોમાં વાયરલ થઈ હતી.. હવે તેઓ લગ્નગ્રંથિમાં જોડાઈ ગયા છે અને એની પત્નીની લગ્ન બાદની કેટલીક રોમેન્ટિક તસવીરો વાયરલ થવા પામી છે..ચાલો આ ઘટનાને જાણીએ..
સોમવારે 66 વર્ષના અરુણલાલે તેમનાથી 28 વર્ષ નાના બુલબુલ સાહા સાથે પોતાના જીવનમાં બીજી વાર લગ્નગ્રંથી થી જોડાયા હતા.તેમણે તેની પહેલી પત્ની રીનાથી છૂટાછેડા લીધેલા હોવાનું જણાવ્યું છે.જોકે હાલ રીનાની તબિયત હજુ પણ ઘણી ખરાબ છે, ત્યારે આવા સમયમાં અરુણ લાલે રીનાની મંજૂરી લઈ તેમણે બીજી વાર પ્રભુતામાં પગલાં પાડ્યા હતા .જૉકે અરૂણલાલની બીજી પત્ની હાલ શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે ઉપરાંત રસોઈની શોખીન બુલબલે 2019માં રસોઈ સ્પર્ધામાં પણ ભાગ લીધો છે..
તસવીરોમાં અરુણ લાલ અને બુલબુલ સાહા લગ્નના ખૂબ સુંદર લાગી રહ્યા છે. કોલકાતાની એક હોટલમાં યોજાયેલા આ લગ્નમાં ક્રિકેટક્ષેત્રના પૂર્વ ખેલાડીઓ પણ હાજરી આપી હતી, જેમાં સબા કરીમ સહિત અન્ય લોકો પણ આવ્યા હતા.આ ઉપરાંત બંનેએ કોલકાતામાં એક કાર્યક્રમમાં એકબીજાને જિંદગીભર સાથ આપવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી.
હિન્દુ ધર્મ મુજબ થયેલ આ લગ્નની વિધિઓ પૂરી થયા બાદ અરુણ લાલે તેની પત્ની બુલબુલને રોમેન્ટિક કિસ પણ કરી હતી,ત્યારબાદ બંનેએ કેક કાપીને આ દિવસને યાદગાર બનાવ્યો હતો..
આમ,અરૂણલાલની ઘટના પરથી સાબિત થાય છે કે દિલથી પ્રેમ નિભાવતો વ્યક્તિ હંમેશા યુવાન હોય છે અને પ્રેમ કે લગ્ન કરવાની કોઈ ઉંમર હોતી નથી..