વિરમગામ : શાળામાં બાળક નુ મૃત્યુ એવી રીતે થયું કે જાણી ને હૈયું કંપી જશે ! 100 કીલો નો બાકડો…
આ દુનિયામાં મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતું હોઈ છે ત કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ હત્યામાં વ્યક્તિનો જીવ ચાલ્યો જતો હોઈ છે તો વળી ઘણીવાર કોઈ અકસ્માતમાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોટ થતું હોઈ છે તેવીજ રીતે હાલ એક મોતનો ધ્રુજાવી દેતો અકસ્માત સામે આવી રહ્યો છે. જેમાં 6 વર્ષના ધોરણ 1ના વિદ્યાર્થીનું 100 કિલો બાકડા નીચે દબાઈ જતા ઘટના સ્થળેજ મોત નીપજ્યું આવો તમને આ ઘટના વિગતે જણાવીએ કે થયું શું હતું.
નાના માસુમ બાળકની આ મોતની ધ્રુજાવી દેતી ઘટના વિરમગામ શહેરમાં આવેલ શેઠ એમ.જે. હાઈસ્કૂલ માંથી સામે આવી રહી છે જ્યા પ્રાથમિક વિભાગમાં ધોરણ 1માં અભ્યાસ કરતા મંથન જોરુભાઈ અલગોતર ઉંમર વર્ષ 6 જે તેનીજ શાળાના બાકડાની ધાર નીચે દબાઈ જતા માથામાં ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થેળજ કમકમાટી ભર્યું મૃત્યુ પામ્યો હતો. ત્યારે અન્ય વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર રિશેષ સમય દરમિયાન વિદ્યાર્થીઓની દેખરેખ માટે કોઈ શિક્ષક પણ ઉપસ્થિત નથી હોતો ત્યારે આ ગંભીર ઘટના બનતા 6 વર્ષના બાળક પરથી બાકડો પણ હટાવવામાં આવ્યો નો હતો.
વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટેનું શાળાનું બિલ્ડીંગ વર્ષો જુનું હોવાથી નબળું પણ પડી ગયેલ હોય તેથી બાજુમાં આવેલ શેઠ એમ.જે.હાઇસ્કુલના વિભાગનો દરવાજો રીશેસ ટાઈમ દરમિયાન વિદ્યાર્થીઓને રમવા અને નાસ્તો કરવા માટે ખોલવામાં આવ્યો હતો. આમ તારીખ ૧૫ ડિસેમ્બરે બપોરના સમયે રોજની જેમજ દરવાજો ખોલવામાં આવ્યો હતો. બાળકો રિસેસ ટાઈમ દરમિયાન નાસ્તો કરવા સહિત બાંકડા ઉપર બેઠા હતા અને તે દરમિયાન બાકડો અચાનક નમી પડતા ૬ વર્ષનો મંથન તે બાકડા નીચે દબાઈ ગયો અને માથામાં ગંભીર ઈજાને પરિણામે તેનું ઘટના સ્થળેજ મૃત્યુ થઇ ગયું.
જોરુભાઈ હરિભાઈ અલગોતર રહે. વેજી તા.બાવળા 2 વર્ષથી વિરમગામના હાથી તલાવડી વિસ્તારમાં પત્ની કાજલબેન અને પુત્ર મંથન ઉંમર વર્ષ 6 અને પુત્રી જેનસી ઉંમર વર્ષ 4 સાથે ભાડાના મકાનમાં રહેતા હતા અને છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગુરુવારે બપોરે પોતાના પુત્રને અકસ્માત થયો હોવાનું જાણ થતા પતિ પત્ની એમ.જે. હાઇસ્કુલ ખાતે દોડી ગયા હતા. જોકે આ ઘટના બાદ 6 વર્ષના મંથનને તરતજ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા પરંતુ ત્યાં ફરજ પરના મંથનની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો