ગુજરાત ની આ રહસ્યમય જગ્યાઓ ની મુલાકાત એક વાર જરૂર લેજો ! ક્યાય બંધ ગાડી ઢાળ ચડે તો ક્યાક પાણા મા ઝાલર લાગે
ગુજરાત એક એવું રાજ્ય છે, જ્યાં ઘણા બધા સ્થળો આવેલા છે, જે ફરવાલાયક માટે સૌથી ઉત્તમ છે. એમાં પણ ગુજરાતમાં આવેલ સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યું ઑ યુનિટી અને ગિરનાર રોપ-વે તેમજ મોટેરા સ્ટેડિયમ ગુજરાતની ત્રણ અજાયબીઓ સમાન છે. ત્યારે આજે આપણે ગુજરાતના એવા સ્થળો વિશે વાત કરીશું, જેના વિશે કોઈ નથી જાણતું. આ સ્થળ ફરવા લાયક તો છે પણ ખૂબ જ સુંદર અને આકર્ષક ની સાથે રહસ્યમય પણ છે.
પહેલા આપણે વાત કરીશું તુલસી શ્યામ વિશે: આ સ્થળ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. આ એજ સ્થાન છે જ્યાં વિષ્ણુ ભગવાને તુલસી સાથે વિવાહ કર્યા હતા. આ સ્થાને બે રહસ્યમય જગ્યા આવેલી છે. પહેલી છે ગરમ પાણીના કુંડ. આ કુંડ દરેક ઋતુમાં ગરમ રહે છે અને તેમાં નાહવાથી ચામડીના રોગો દૂર થાય છે. તેમજ અહીં એક એન્ટી ગ્રેવીટી જગ્યા છે, જ્યાં વહાન વિપરીત દિશામાં ચાલે છે.
અમરેલી જિલ્લામાં બાબરા શહેરથી 7 કિમી દૂર કરીયાણા ગામમાં એક આકર્ષક પહાડી પથ્થર છે. જેને ઠપકારવાથી ઝાલરનો રણકાર ઉત્પન્ન થાય છે. આ પહાડીમાં ગ્રેનાઈટના પથ્થરો ઓછા છે. આ પથ્થરોની સાથે એક ધાર્મિક માન્યતા એવી જોડાયેલ છે કે, અહી ‘સ્વામિનારાયણ ભગવાન’ પધાર્યા હતા. કહેવાય છે કે તેમણે પૂજા દરમિયાન અહીના પથ્થરોને ઘડિયાળની ઘંટીના સ્વરૂપે ઉપયોગ કર્યો હતો.
ગિરનારની પર્વતમાળા આવેલ દાતાર પર્વત પર એક આવો જ પથ્થર આવેલ છે, જેને નાગરિયો પથ્થર કહેવામાં આવે છે. આ પથ્થર પર જ્યાર્સ તમે બીજો પથ્થર ટકરાવશો એટલે નગારા જેવો સ્વર ગુજશે. આ સિવાય ગિરનારમાં ગૌમુખી ગંગા આવેલ છે જ્યાં જળ વહે છે. તેમજ ભીમકુંડનું પાણી હમેંશા શીતળ રહે છે. અને ગજપડકુંડ આવેલા છે આ જળમાં ચૌદ હજાર નદીના જળ વહે છે.

અમદાવાદ હેરિટેજ સીટી છે. અહીંયા સિદી બશીર મસ્જિદને લોકો ‘ઝૂલતો મીનાર’ ના નામે પણ ઓળખે છે. અહીંયા એક મીનારને હલાવવાથી બીજી મીનાર પોતાની જાતે જ હલવા લાગે છે. તેથી આ મસ્જિદની મીનારને ‘ઝૂલતી મીનાર’ પણ કહેવામાં આવે છે. અહી ઝૂલતી મીનારનું રહસ્ય આજે પણ અંકબંધ છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ અને ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન. સાપુતારા ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલું સ્થળ છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી ૩૦ ડીગ્રીની ઉપર નથી જતો. ગુજરાતમાં હવા ખાવા માટેનું એકમાત્ર સ્થળ સાપુતારા છે. સાપુતારાથી થોડે દુર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે.

કચ્છનો સૌથી ઉંચો ડુંગર છે. અહીના રસ્તાની ખાસીયત એ છે કે ઢાળથી ઉતરતા સમયે અચાનક જ ઝડપ વધવા માંડે છે. એવું લાગે કે નીચીને તરફથી કોઈ શક્તિ આપણને ખેંચી રહી છે. માત્ર આટલું જ નહિ રસ્તાનો ઢાળ ચડતા સમયે પણ ગાડીની ઝડપ વધવા લાગે છે. સામાન્ય રીતે ઢાળની ઉપર ચઢવાથી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. પરંતુ, આ રહસ્યમય જગ્યા કઈક ઉલટી જ છે. આ તમામ સ્થળોની આ વેકેશનનાં સમયમાં જરૂર મુલાકાત લેજો.