વિઠ્ઠલ રાદડિયા નું પોતાની દરેક ગાડી પાછળ વૈભવ નામ લખાવવાનું કારણ સામે આવ્યું જે ખાસ કારણ હતું કે……

લોકો ઘણા પ્રિયજનો ને યાદ કરવા માટે કોઈ ન કોઈ સ્મુતી ચિંહ યાદી ના રૂપે રાખતા જોવા મળતા હોય છે ઘણા લોકો પોતાના  લોકપ્રિય અને યાદગાર  લોકોને યાદ કરવા માટે તેની કોઈક યાદી સાચવીને રાખતું જોવા મળે છે જેથી જયારે તેની યાદ આવે ત્યારે તેણે તેના યાદીના રૂપમાં જોઈ શકે.જેથી તે મહાન વ્યક્તિને યાદ કરી શકાય. આવી જ વાત આપણે સૌરાષ્ટ્રના  લોકપ્રિય નેતા વિઠ્ઠલ રાદડિયા ના વાહનમાં  લખેલા નામ વૈભવ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ.

સૌરાષ્ટ્રના લોકપ્રિય નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા નું નિધન થયા બાદ લોકો તેમના સંસ્મરણોને યાદ કરતા જોવા મળે છે.વિઠ્ઠલ રાદડિયા ના પરિવારની વાત કરએ તો તેમને  ચાર પુત્રો છે જેમાંથી તેમના સૌથી વહાલો પુત્ર તેમનો નાનો  દીકરો  વૈભવ હતો , પરંતુ બન્યું એવું કે વૈભવનું નાની ઉમરમાં જ મૃત્યુ થયું હતું. જેનાથી વિઠ્ઠલ રાદડિયા ને ખુબ આઘાત લાગ્યો હતો.

આટલું જ નહિ ત્યાર પછી તેમના બીજા પુત્રનું પણ હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું હતું . જેને ૧ પુત્રી અને ૧ પુત્ર હતા , ત્યાર બાદ તે પુત્રના પત્ની અને  તેમની પુત્રવધુ ના  બીજા લગ્ન તેના મિત્ર સાથે  કરાવી દીધા હતા.પરંતુ તેના થોડા સમયમાં જ તેના ૫ વર્ષના પુત્રનું કેન્સરથી અવસાન થયું હતું.આવી રીતે એક પછી એક તેમના જીવનમાં આવા બનાવો બનતા  ગયા.

 જેનાથી તેઓ જીવનમાં ખુબ હારી ગયેલા લાગ્યા પોતાના પરિવાર જનોના મૃત્યુના કારણે તે અંદરથી ભાંગી ગયા હતા.આ કારણો સર તેમની તબિયત પણ ખુબ ખરાબ રહેવા લાગી હતી. અને તેમણે જીવનમાં મોહ રહ્યો નહોતો તેમણે દરેક  બાબતે તેમનો વહાલો દીકરો વૈભવ યાદ આવતો હતો. અને તેથી જ તે કોઈપણ સ્થિતિ કે સંજોગોમાં તેણે ભૂલી સકતા નહોતા .તેથી તેમણે પોતાના દીકરાની યાદમાં તેમના દરેક વાહનોમાં વૈભવ લખાવ્યું હતું,આ વાત ગુજરાતના બહુ ઓછા લોકો જાણતા હશે આપણે લોકો તેમની દરેક ગાડી માં વૈભવ નામ વાંચી શકીએ છીએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *