લખનૌ ના વિવેક ને ગુગલ માં મળી મોટી જોબ જેનું વેતન જાણી તમે પણ ચોકી જશો…જાણો પૂરી વાત

ઉતરપ્રદેશ ની રાજધાની લખનૌ ના એક છોકરાએ કમાલ કરી દીધું. બેરોજગારીના જમાનામાં તેણે ગુગલ જેવી મોટી કંપની માં નોકરી મેળવી લીધી. આ નોકરી કોઈ નાની મોટી નહિ બલકે કરોડો રૂપિયા ની છે. તેને દર વર્ષે આ નોકરી થી ૧.૩૭ કરોડ રૂપિયા વેતન ના રૂપમાં કંપની તરફથી દેવામાં આવશે.

લખનૌ માં રહેવાવાળો આ છોકરા ને ગુગલ લંડન ઓફીસમાં નોકરી મળી છે. એટલે હવે તે વિદેશમાં રહીને પૈસા કમાવશે. જોકે તેને આ સફળતા જેમ તેમ નથી મળી તેની પાછળ તેની કડી મહેનત અને ખુબજ સંઘર્ષ રહેલો છે. ચાલો જાણીએ તેને આ સારામાં સારી નોકરી કેવીરીતે સફળતા મેળવી.

જે વિદ્યાર્થી ની સફળતાની આપડે વાત કરી રહ્યા છીએ તે લખનૌ માં રહી તેનું ભણતર કરી રહ્યો હતો. તેને અહ્યા નાં ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી માં એડમીશન લીધું. આ વિદ્યાર્થી નું નામ વિવેક ભારદ્વાજ છે અને તે અહ્યા બીટેક કરી રહ્યા છે. તેમણે કોમ્પ્યુટર સાઈન્સ નું ભણતર કર્યું છે. તે અહ્યા છેલ્લા વર્ષ નો વિદ્યાર્થી છે. આમ તો વિવેક લખનૌ ના નહિ પરંતુ બુલંદશહેર ના છે. તેને તેમના ભણતર માટે શહેર છોડી ને લખનૌ આવાનો નિર્ણય લીધો. તેના પછી તે કોલેજ નાં છેલ્લા વર્ષ માં પહોચી ગયા તો તેમણે જોબ માટે ઘણી જગ્યાએ અરજી કરવાનું ચાલુ કરી દીધું.વિવેકે કહ્યું કે તે વિદેશ રહીનેજ નોકરી કરવાનું ઈચ્છતા હતા. તે કારણ થી તેમણે ઘણી કંપની માં અરજીઓ કરી હતી.

એક દિવસ તેની પાસે લંડન ના ગુગલ ઓફીસ થી કોલ આવ્યો ત્યાં તેની ઈન્ટરવ્યું થવાનું હતું અને તેમણે તરતજ હા પડી દીધી પછી તેમણે આ મોટી ઈન્ટરવ્યું ક્લીયર કરી જોબ મેળવી છે. વિવેક નાં ઈન્ટરવ્યું માં ૪ રાઉન્ડ સવાલ પૂછવામાં આવ્યા. તેમણે ડાટા સ્ટ્રક્ચર અને એલ્ગોરીધામ થી જોડાયેલ પ્રશ્નો પૂછવામાં આવ્યા અને તેના જવાબ વિવેકે બરોબર આપ્યા. અને બધાને સંતુષ્ટ કરી આ નોકરી મેળવી. તેમણે સોફ્ટવેર ડેવલોપમેન્ટ એન્જીનીયરીંગ ની જવાબદારી સંભાળવાની રહેશે. તેમના પરિવારની વાત કર્યે તો મોટી બેન હરિયાણા ભણતર કરે છે અને નાનો ભાઈ ૧૦માં ધોરણ નું ભણતર તેના શહેર માજ ભણે છે. વિવેકે તેમની સફળતા નું કારણ તેમના પિતા છે તેમ કહ્યું

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *