સાવધાન : આવી રહ્યુ છે મૈંડસ નામનું ભયંકર વાવાઝોડુ ! 9 અને 10 તારીખે આ સ્થળ પર પહોંચશે…
મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ શિયાળો ખુબજ ઠંડી જમાવી રહ્યો છે. ગુજરાતના દરેક શહેરમાં શિયાળાની ખુબજ ઠંડી જોવા મળે છે લોકો કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારે ચાલવા નીકળતા હોઈ છે તોવળી ઘણા લોકો તાપણી કરતા પણ જોવા મળી રહે છે. તેવામાં જો વાત કરીએ તો હાલમા બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન મેન્ડસ ઝડપથી દક્ષિણના રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. આમ ચક્રવાત મેન્ડસ મોટી તબાહી મચાવી શકે છે, ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આમ તમને જણાવીએ તો આ ચક્રવાત મેન્ડુસ કરાઈકલના લગભગ 240km ESE SW BoB પર SCS આવેલું છે અને ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને શ્રીહરિકોટા વચ્ચે આજે રાત્રે અને 9મી ડિસેમ્બરની મધ્યરાત્રિની આસપાસથી 10મી ડિસેમ્બરના વહેલી સવારે દક્ષિણ એપી કિનારે ધીરે ધીરે પહોંચશે. હવામાન વિભાગે કહ્યું છે કે આ દરમિયાન તોફાન 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
9 ડિસેમ્બરે બીચ પર જવાની મનાઈ છે, જ્યારે ખુલ્લા વિસ્તારોમાં વાહનો પાર્ક કરવા પર પણ પ્રતિબંધ છે. ચક્રવાતને ધ્યાનમાં રાખીને, શુક્રવારે પુડુચેરી અને કરાઇકલમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. વાવાઝોડાને કારણે આ રાજ્યોમાં ભારે વરસાદ, વીજળી અને તેજ પવનની સંભાવના છે. જોખમની આશંકાને ધ્યાનમાં રાખીને NDRF, SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગે તમિલનાડુના 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તૈયારીઓની સમીક્ષા કર્યા પછી, રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિના કેબિનેટ સચિવ, રાજીવ ગૌબાએ કહ્યું કે ચક્રવાતને કારણે જાનમાલના નુકસાનને ઓછું કરવાનો અમારો પ્રયાસ છે. મંડૌસ તોફાનનું નામ સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા આપવામાં આવ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો