સમય નો ખેલ જુઓ ! એક સમયે લોકો આ વ્યક્તિ નો મજાક ઉડાવતા હતા પરંતુ આજે દુબઈ મા 22 ફ્લેટ નો માલીક અને કરોડો…
જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેવીજરીતે આજે તમને એક તેવાજ સફળ વ્યક્તિ વિષે જણાવીશું જેણે ગરીબી માંથી આજે કરોડપતી સુધીની સફર કરી છે. આવો તમને તેમની સફળતાની કહાની વિષે જણાવીએ. તમને તેના વિષે જાણી ૧૦૦% ગમશે. આજે જે કહાની તમને જણાવવા જઈ રહ્યા છીએ તે રસપ્રદ હોવાની સાથે સમાજની વિકૃત માનસિકતા બદલવાનું પણ શીખવે છે.
મિત્રો અમે વાત કરી રહ્યા છીએ જ્યોર્જ વી નેરિયાપારમ્બિલ વિશે, જે કેરળના એક ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જ્યોર્જ માત્ર 11 વર્ષના હતા ત્યારે તેણે પિતાને કામમાં મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ જે ગામમાં રહેતા હતા ત્યાં મોટાભાગના ખેડૂતો કપાસનો વ્યવસાય કરતા હતા. જ્યારે કપાસના વેપારીઓ નકામા કપાસના બીજને ફેંકી દેતા હતા, ત્યારે જ્યોર્જ તે કપાસના બીજને સાફ કરીને ગમ બનાવતા હતા, આમ તેમણે ધીરે ધીરે પોતાનો આ વ્યવસાય શરૂ કર્યો હતો.
આમ તેઓએ કપાસના વ્યવસાય પછી થોડો સમય મિકેનિક તરીકે પણ કામ કર્યું. એ જ રીતે, તેમણે ઘણા નાના વ્યવસાયો કર્યા અને વર્ષ 1976 માં શારજાહ ગયા. જ્યારે તેઓ શારજાહ ગયા ત્યારે તેમને લાગ્યું કે ત્યાંના ગરમ વાતાવરણમાં એર કંડિશનિંગનો બિઝનેસ સારો કરી શકે છે. બસ, પછી શું હતું, જ્યોર્જે સખત મહેનત કર્યા પછી પોતાની મહેનતના આધારે JEO ગ્રુપ ઓફ કંપનીઝનું સામ્રાજ્ય ઉભું કર્યું. જ્યોર્જ કહે છે “હું એક સ્વપ્ન જોનાર છું અને હું ક્યારેય સપના જોવાનું બંધ કરીશ નહિ!” તેમજ તમે વિચારતા હશો કે જ્યોર્જે આ બુર્જ ખલીફામાં આટલા બધા ફ્લેટ કેમ ખરીદ્યા હશે? તો ચાલો તમને જણાવીએ કે આટલા બધા ફ્લેટ ખરીદવા પાછળ એક રસપ્રદ ઘટના છે.
આમ તમને હકીકત જણાવીએ તો વાસ્તવમાં એવું બન્યું કે જ્યોર્જ અને તેના કેટલાક સંબંધીઓ આ 828 મીટર ઉંચી બુર્જ ખલીફા બિલ્ડિંગ જોવા ગયા હતા. પછી તેના સંબંધીઓએ તેની મજાક ઉડાવી અને કહેવા લાગ્યા, “જુઓ આ બુર્જ ખલીફા છે. તમે આ બિલ્ડીંગમાં પણ પ્રવેશી શકતા નથી. બસ પછી શુ જ્યોર્જને આ સાંભળીને ખૂબ જ અપમાન લાગ્યું, ભલે તે તે સમયે ગરીબ હતો, પરંતુ તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે હવે તે આ મજાકને વાસ્તવિકતામાં ઉતારી શકશે. ત્યારપછી એ ઘટનાના 6 વર્ષ પછી જ જ્યોર્જે બુર્જ ખલીફામાં એક-બે નહીં, પરંતુ 22 ફ્લેટ ખરીદ્યા.
આમ આજના સમયમાં એવી બિલ્ડીંગમાં થોડા વર્ષોમાં 22 ફ્લેટના માલિક બનવું જ્યાં તેને ક્યારેય પ્રવેશવાની મંજૂરી પણ ન હતી તે ચોક્કસપણે એક મોટી સફળતા છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, જ્યોર્જ હવે ત્રિવેન્દ્રમને કાસરગોડથી જોડવા માટે એક નહેર પણ બનાવવા માંગે છે. આ કેનાલ કેટલાક ખાસ કારણોસર તૈયાર કરવામાં આવશે. તેમાંથી હાઈડ્રો-ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન કરવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેના પાણીની સાથે ખેતરોમાં સિંચાઈ અને મત્સ્યોદ્યોગ વગેરેને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો