એક મા અને દીકરા નો આ વિડીઓ જોઈ તમારી આંખ મા આસું આવી જશે ! દિકરા ની ઉંમર ભલે 70 વર્ષ હોય પણ મા માટે બાળક જ છે.

કહેવાય છે ને માતા પિતા માટે બાળકો હમેશા નાના જ ગણાય છે પછી તેઓ ભલે ને ગમે એટલા મોટા થઇ જાય પરંતુ માતા પિતા માટે તો બાળક જ ગણાય છે.દરેક બાળકો પોતાના માતા પિતાના વહાલા હોય છે આંખોના તારા ગણવામાં આવે છે પછી એ દીકરો હોય કે દીકરી .દરેક માં પોતાના સંતાનોને ખુબ પ્રેમ કરતી હોય છે.તો સંતાનોને પણ પોતાની માં પ્રત્યે વધુ હેત હોય છે.

સોશિયલ મીડિયા માં પણ માં દીકરાના અને માતૃપ્રેમના ઘણા બધા વિડીયો આપણે રોજ જોતા હોયએ છીએ .ઘણા વિડીયોની અંદર એવી ઘટના જોવા મળતી હોય છે કે જેનાથી આપણે ભાવુક  થઇ જઈયે  છીએ.હાલ આવો જ ભાવુક બનાવી  કરી દેનાર વિડીઓ વાયરલ થઇ રહ્યો છે.માતાના ચરણોમાં માં આખી દુનિયા સમાયેલી છે એવું કૈક આ વિડીયો જોતા જણાય છે.

બાળક ગમે તેટલું વૃદ્ધ  ભલે થઇ જાય પણ માં ની સામે તો તે એક નાનું બાળક જ રહે છે .માતા પોતાના બાળકોને દરેક પરીસ્થિતિ માં પ્રેમ કરે છે.આવો જ એક હદય સ્પર્શી વિડિયો સોશિયલ મીડિયા પર જોઈ સકાય છે કે એક વૃદ્ધ તેની માતાની સામે ડાન્સ કરી રહ્યો છે .વૃદ્ધ માણસની માતા તેના માલ્કોને આશીર્વાદ આપી રહી છે .સોશિયલ મીડિયા પર આ વિડીયો જોયા બાદ લોકો ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે,કેવી રીતે એક વ્યક્તિ વૃદ્ધ માતાની સામે ગીત ગાતી વખતે ડાન્સ કરી રહ્યો છે.”તુ  કિતની અચ્છી હે “ગીત વાગી રહ્યું છે.ડાન્સ કરતી વખતે આ વ્યક્તિ તેની માતાના ચરણોને સ્પર્શ કરી રહ્યો છે.આ વિડીયો જોયા બાદ લોકો ખુબ જ ભાવુક દેખાઈ રહ્યા છે.આ વિડીયો સોશિયલ મીડિયા પર આ જ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોને સંજયકુમાર નામના યુઝરે પોતાના ટ્વીટર એકાઉન્ટપરથી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.આ વિડીયો ને અત્યાર સુધીમાં ૨ લાખ ૧૬ હજારથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે.આ વિડીયો જોયા બાદ યુઝર્સ પોતાની પ્રતિકિયા આપી રહ્યા છે .એક યુઝર્સે કમેન્ટ કરતા લખ્યું છે કે,”હકીકતમાં ,બાળકો હમેશા માતાની સામે નાના બાળકો હોય છે.”

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *