આપણને દેશી ખાટલાની કદર નથી ! વિદેશ મા અધધ આટલા રૂપિયામા વેંચાઈ છે એક ખાટલો…

આજના આધુનિક યુગમાં આપણે જુની વસ્તુઓનો ત્યાગ કરી નવી નવી ટેકનોલોજી વાળી વસ્તુઓ અપનાવીએ છીએ આજના સમયમાં લોકો ખાટલાની જગ્યાએ સેટી, સોફા, ડબલ બેડ વગેરે નો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો ખાટલો આપણા જીવન અને શરીર માટે કેટલો ઉપયોગી છે તેના ઘણા ફાયદાઓ છે જે આજની યુવા પેઢી નથી જાણતી. તો ચાલો તમને ખાટલા વિષે અમુક વાતો જણાવીએ.

શું તમે જાણો છો ઓસ્ટ્રેલિયાનો ડેનિયલ નામનો ત્યાનો એક માંસ એક પેમ્પલેટ છપાવીને ભારતીય ટ્રેડીશનલ બેડ ત્યાના ૯૯૦ ડોલાર એટલે કે આજના સમય ની વાત કરીએ તો ભારતીય રૂપિયા કુલ ૭૭ હજારમાં વેચે છે. અને આપણે OLX માં મુકીને ઘરમાંથી ખાટલાને વિદાઈ આપીએ છીએ. શું આપણા પૂર્વજો ને ખબર નહતી કે લાકડામાંથી શું શું બનાવવું તે બધુજ તેમને ખબર હતી ડબલ બેડ બનાવો તે કોઈ મોટું સાયન્સ નથી. તે બધું તો તેમને પણ આવડતું હતું પણ ખાટલો બનાવવો અને તેને ભરવો તે ખુબજ મુશ્કેલ તેમજ માઈન્ડ અને તેની પાછળ એક મોટું વિજ્ઞાન છે.

તેમજ જ્યારે આપણે સુઈ જતા હોઈએ છીએ ત્યારે લોહીનો પ્રવાહ માથા કે પગના બદલે લોહી પેટ તરફ વધુ જવું જોઈએ કારણકે પેટમાં પાચન ક્રિયા આપમેળે સુતા હોઈ ત્યારે પણ ચાલુ હોય છે. અને સુતી વખતે પણ જો આપણને સ્વાસ્થ્ય લાભ પહોચાડે તો તે એકમાત્ર ખાટલો જ છે. આમ ખાટલા ઉપર સુવા વાળાને કમરનો દુખાવો પણ નથી થતો.  તેમજ જ્યારે આપણે સવારે વહેલા ઉઠી જઈએ છીએ ત્યારે આપણે ખાટલો ઉભો કરી દેતા હોઈએ છીએ. અને પથારી પણ વાળીને મૂકી દેતા હોઈએ છીએ.

આમ તે ખાટલા ની જગ્યાએ સૂર્યપ્રકાશ કે કુદરતી પ્રકાશ પડ્યા કરે છે. જે પ્રકાશ આખા વિશ્વનો સર્વોત્તમ અને સૌથી સસ્તો વિષાણું નાશક છે. તેમજ સાથે સાથે ત્યાં બુહારી પણ સારી રીતે નીકળી જાય છે. આમ ખાટલો એ ભારતની સર્વોત્તમ શોધ માની એક છે. જી આપના પૂર્વજોની શોધ હતી. પરાજીત દેશોની સભ્યતા પણ વિજેતા દેશોની દરેક સારી અને ખરાબ વસ્તુઓની નકલ કરે છે. આમ સાથે સાથે આપણે ખાટલાનો દીકરો ખાટલીની વાત કરવી ખુબજ જરૂરી છે, કેમકે બાળકો કે ઘરડાની તો આ હળવી ફૂલ જેવી ખાટલી હોય છે. જ્યાં મરજી ત્યાં ઉપાડી અને જ્યાં મરજી ત્યાં ઢાળી દીધી. આ ખાટલી પણ ખટલાની જેમજ ખુબ ઉપયોગી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *