તીવ્ર ઠંડી વચ્ચે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! આ તારીખે માવઠું…જાણો વિગતે

મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ શિયાળો ખુબજ ઠંડી જમાવી રહ્યો છે. ગુજરાતના દરેક શહેરમાં શિયાળાની ખુબજ ઠંડી જોવા મળે છે લોકો કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારે ચાલવા નીકળતા હોઈ છે તોવળી ઘણા લોકો તાપણી કરતા પણ જોવા મળી રહે છે. આ વર્ષે ગરમી વરસાદ પણ ખુબજ જોવા મળી હતી તેવામાં શિયાળાની ઠંડી પણ એટલીજ વધારે છે. તેવામાં હાલ જોરદાર ઠંડી વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી ! આ તારીખે થશે માવઠું. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો રાજકોટમાં આજે સવારે 7 કિ.મી.ની ઝડપે ઠંડા પવન સાથે 13.6 ડિગ્રી લઘુતમ તાપમાનથી નગરજનોએ કડકડતી ઠંડી સાથે શિતલહેર અનુભવી હતી. આમ હાલ હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે આગામી દિવસોમાં ઉત્તર પર્વતીય પરદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આમ તારીખ ની વાત કરીએ તો હાલમાં તો ખુબજ ઠંડી પડી રહી છે તેમજ તા 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેતા દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાળાના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

આમ તેવામાં હવામાનમાં પલટો આવવાના કારણે રાજ્યમાં ઠંડી આવવાની શકતા રહે છે. જેમાં ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી પહોંચવાની શકતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડી પડશે. આમ આ સાથે આજે રાજ્યના અમદાવાદ ખાતે 17.6, ડિસામાં 14.8 ડિગ્રી અને 12.1 ડિગ્રી સાથે ગાંધીનગરમાં તિવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. જયારે વલ્લભવિદ્યાનગરમાં 14.7, વડોદરામાં 20.6, સુરતમાં 20.8, વલસાડમાં 19.5 લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આમ આ સાથે આગાહીમાં અનુમાન કર્યું કે 15, 16, 17 માં ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા અને બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ અને અરબ સાગરના ભેજના લીધે રાજ્યના અમુક ભાગમાં માવઠું થવાની શકતા રહે છે. તેમજ આ ઠંડા અને ગરમ પ્રવાહના કારણે બંગાળના ઉપસાગરમાં વારંવાર હવાના હળવા દબાણ સર્જાશે. 15 થી 17 ડિસેમ્બરના ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય માવઠું થવાની શકતા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *